આજે મહાપાલિકાનો સ્થાપના દિન: શાસકોએ પ્રજાના પ્રશ્ર્નો અંગે ચિંતનની જરૂર
ઈ.સ. 2002થી 2005 દરમિયાન માત્ર એક જ ટર્મ કોંગ્રેસનું શાસન હતું બાકીના સમયમાં ભાજપ સત્તામાં રહ્યું છે છતાં વિકાસ રૂંધાયો
- Advertisement -
પાર્કિંગમાં દબાણ અને ફૂટપાથ પર પાર્કિંગ, આ પરિસ્થિતિએ શહેરની ઘોર ખોદી નાખી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આજે રાજકોટ મહાનગરપાલિકાની 52મી વર્ષગાંઠ છે જેને લઈને આજે મ્યુઝિકલ નાઈટ પણ યોજાવાની છે આજે શાસકો તેનું ગર્વ લઈ રહ્યા છે પરંતુ વાસ્તવિકતામાં પ્રજાના પ્રશ્ર્નો અંગે શાસકોએ ચિંતન કરવાની જરૂર છે.
શહેરમાં ગેરકાયદે બાંધકામ દબાણો સાથે પ્રદુષણ, ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ છે. પાર્કિંગમાં દબાણ અને ફૂટપાથ પર પાર્કિંગ, આ પરિસ્થિતિએ શહેરની ઘોર ખોદી નાખી છે.
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપનાને ઈ.સ.1973માં આજના દિવસે મ્યુનિ.કોર્પો.ની સ્થાપના થઈ તેને પ2 વર્ષ પૂરા થઈ રહ્યા છે. પાંચ દાયકામાં શહેરનું ક્ષેત્રફળ 69 ચો.કિ.મી.થી વધીને આજે આજે 191.86 ચોરસ કિલોમીટર પહોંચ્યું વર્ષમાં ઈ.સ. 2000થી 2005 દરમિયાન માત્ર એક જ ટર્મ કોંગ્રેસનું જ્યારે બાકીના સમયમાં ભાજપનું શાસન રહ્યું છે. છતાં પણ વિકાસ જોઈએ તેવો થયો નથી.
એક તરફ અગાઉ લોકોના પ્રશ્ર્નોની બૌધિક ચર્ચા સામાન્ય સભામાં થતી અને સભ્યોના વક્તવ્યો અભ્યાસપૂર્ણ લોકશાહીની ભવ્ય પરંપરા જ જોવા મળતી નથી. જ્યારે હવે તે રહી નથી. અગાઉ રોડ પર લીલાછમ્મ વૃક્ષો હતા, બાંધકામો ઓછા તેથી રસ્તા પહોંળા લાગતા પરંતુ, હવે સ્થિતિ કથળીને ગીચ અને ગેરકાયદે બાંધકામો, દબાણો સાથે પ્રદુષણ, ટ્રાફિક ગંભીર સમસ્યા બન્યા છે.
રસ્તા અગાઉ બનતા ત્યારે ઈજનેરો કાળજીપૂર્વક ધ્યાન રાખતા, આ કારણે મહિલા કોલેજ અન્ડરપાસ જેવા રસ્તા બે દાયકાથી વધુ સમય ટકતા પણ હવે રસ્તા માટે બજેટ વધુ સ્ટાફ વધુ ટેકનોલોજી નવી અને વધુ છતાં રસ્તા ભંગાર બની રહ્યા છે.



