ભારતની તમામ પાર્ટીઓની નજર કાલનાં પરિણામ પર
2022ની ચૂંટણી પરિણામ 2024નું પરિણામ નક્કી કરશે
- Advertisement -
ફરિયાદ અને અસંતોષ હોય પણ મોદીનો ચહેરો જોઇ પ્રજા બધું ભુલી જાય છે
આવતીકાલે અનેક ખેરખાંઓનાં ભરમ ભાંગી જશે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લાની કુલ પાંચ વિધાનસભા બેઠક પર ભગવો લહેરાશે તેવી ચર્ચા ચાલી રહી છે. ગત વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો ફક્ત એક બેઠક પર જ ભાજપે જીત મેળવી હતી. પરંતુ આ વખતે ચિત્ર સ્પષ્ટ છે જો કે, વિધાનસભાની ચૂંટણી ભાજપે નરેન્દ્ર મોદીના ચહેરા પર લડી હતી. નરેન્દ્ર મોદી એક કુશળ રાજનીતિજ્ઞ માનવામાં આવી રહ્યા છે. હાલ લોકોમાં મોંઘવારી સહિત અનેક મુદ્દાઓ છે પરંતુ તેની લોકચાહનામાં કોઈ ફરક પડ્યો નથી. આવતીકાલે મતગણતરીના દિવસે કોંગ્રેસ અને આપના ભેદભરમ ભાંગી જશે. આ વિધાનસભાની ચૂંટણીએ વર્ષ 2024ની ચૂંટણીનું ટ્રેલર માનવામાં આવી રહ્યું છે. ગુજરાતનાં ચિરાગે દેશને ઝળહળીત કર્યો પણ ગુજરાતને કયાંને કયાંક નરેન્દ્વભાઇ મોદીની ખોટ સાલવી રહી છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં જે કંઇ પણ પરિણામ આવશે અને અત્યારની પરિસ્થિતી જોતા તેનો શ્રેય ફકત ને ફકત નરેન્દ્વ મોદી અને અમિત શાહના શીરે રહેશે. 2022ની ચૂંટણીમાં મોદી અને અમિત શાહે નવતર પ્રયોગમાં કેટલા સફળ થાય છે તેના પર આવતીકાલે સમગ્ર દેશ જોશે. કેટલાક બાગી અને કેટલાક નારાજગી નેતા ઉપર બધી જ પરિસ્થિતી ઉપર કાબુ મેળવીને ગુજરાતમાં ભાજપ ફરી એકવાર સરકાર બનાવશે તેવું ચિત્ર દેખાઇ રહ્યું છે.
- Advertisement -
પ્રજામાં ઘણો અસંતોષ અને નારાજગી જોવા મળી હતી. પરંતુ નરેન્દ્વ મોદી નામ આવે ત્યારે ગુજરાતની જનતા બધુ ભુલીને મોદીનો ચહેરો યાદ રાખે છે. બીજી બાજુ જોવા જઇએ તો 2022માં આપે એન્ટ્રી લીધી હતી ચૂંટણીની શરૂઆતમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. પ્રલોભનની માયાજાળમાં ગુજરાતની પ્રજામાં કેટલુ બનાવી શકે છે તે આવતીકાલે બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે. આપને જે કંઇ પણ મત મળશે તે પ્રલોભન અને લાલચના મત મળશે આપના કોઇ પણ નેતા લોક ચાહના ધરાવે તેવા નથી. એટલે એ સ્પષ્ટ છે કે આપના માત્ર મત પ્રલોભનના રહેશે. બીજી તરફ કોંગ્રેસ ગ્રામ્ય વિસ્તારમાં પોતાની સીટો અંકબંધ રાખી શકે છે કે, આપના આવવાથી મતનું એટલુ વિભાજન થાય છે એ પણ સ્પષ્ટ થઇ જશે. 2022ની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીમાં કોઇ જાતનો ઉત્સાહ વર્તાયો નથી. પણ અમુક નેતાઓ પોતાના બળ પર ચૂંટણી લડી રહ્યા હોય તેવું દેખાઇ રહ્યું હતું. તેવા સમયે કોંગ્રેસ કેટલી બેઠકો જાળવી રાખે છે તે આવતીકાલના પરિણામ બતાવશે.
કૃષિ યુનિ.માં પાંચ બેઠકની મતગણતરી
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીનું આવતીકાલે મતગણતરી સવારે 8 વાગ્યે શરૂ થશે જે અનુસંધાને જૂનાગઢ જિ.વહિવટી દ્વારા કૃષિ યુનિ. ખાતે મતગણતરી કેન્દ્વની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. જૂનાગઢની પાંચ વિધાનસભા સીટનું 14 ટેબલ ઉપર મતગણતરી હાથ ધરવામાં આવશે. 300 જેટલા અધિકારી અને કર્મચારી પહેલા બેલેટ પેપર અને પોસ્ટલ બેલેટથી મતગણતરી કરવામાં આવશે. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી યોજાશે.



