ગોરખપુર સહિત 10 જિલ્લાનો સમાવેશ
ઉત્તર પ્રદેશમાં પાંચ તબક્કાનું મતદાન પૂર્ણથઇ ગયું છે. જયારે છઠ્ઠા તબક્કાના મતદાન પૂર્વે ચૂંટણી પ્રચાર પડઘમ શાંત પડયા હતા. છઠ્ઠા તબક્કામાં કુલ 57 બેઠકો પર ત્રણ તારીખે મતદાન યોજાશે. જેમાં યોગી આદિત્યનાથના મત વિસ્તાર ગોરખપુર શહેર બેઠકનો પણ સમાવેશ થાય છે.
આ તબક્કામાં વધુ 10 જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા છે. આ જિલ્લાઓમાં આંબેડકરનગર, બલરામપુર, ગોરખપુર, કુશીનગરનો પણ સમાવેશથાય છે. મુખ્ય ચૂંટણી ઓફિસર અજય કુમાર શુકલાએ છઠ્ઠા તબક્કાનો ચૂંટણી પ્રચારનો સાંજે છ વાગ્યે અંત આવ્યો છે. આ તબક્કામાં કુલ 676 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.
- Advertisement -
જયારે જે મુખ્ય ઉમેદવારો ચર્ચામાં છે તેમાં મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અજય કુમાર લલ્લુ, સ્વામી પ્રસાદ મૌર્યનો પણ સમાવેશથાય છે. સમાજવાદી પાર્ટીએ યોગી આદિત્યનાથ સામે ગોરખપુર બેઠક પર ભાજપના પૂર્વ નેતા ઉપેંદ્ર દત્ત શુકલાના પત્નીને ટિકિટ આપી છે.
ઉત્તર પ્રદેશના જે મંત્રીઓ આ તબક્કામાં ચૂંટણી લડી રહ્યા છે તેમાં સુર્ય પ્રતાપ શાહી, સતિષ ચંદ્ર દ્વિવેદી, જય પ્રતાપ સિંદ્ય, શ્રી રામ ચૌહાણ, જય પ્રકાશ નિશાદનો સમાવેશથાય છે. આ તબક્કાની કુલ 57 બેઠકોમાંથી 11 અનામત છે. જયારે આ તમામ બેઠકોમાંથી ભાજપે 2017માંથી 46 બેઠકો પર જીત મેળવી હતી.


