રાજકીય ક્ષેત્રે કારકિર્દી બનાવવા નવયુવાનો ગોડફાધરના શરણે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.27
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ, ધ્રાંગધ્રા અને લીમડી ખાતે નગરપાલિકાની ચટણી જાહેર થઈ ચૂકી છે તેવામાં ચૂંટણીઓ જાહેર થતાં જ 21 જાન્યુઆરીના રોજ આચાર સહિંતા પણ લાગી ચૂકી છે તેવામાં થાનગઢ ખાતે પાલિકાની જ્યારે લીમડી અને ધ્રાંગધ્રા ખાતે પેટા ચૂંટણીઓ આગામી 16 ફેબ્રુઆરીના રોજ યોજવા જઈ રહી છે ત્યારે ચૂંટણી પૂર્વ હવે રાજકીય પક્ષો દ્વારા પોતાના પિતાની તૈયારી પણ તેજ કરી છે જેમાં હાલમાં જ ભાજપ દ્વારા મોટાભાગે જિલ્લાના તમામ મંડળોના જાહેર થયેલ પ્રમુખોમાં યુવાનોને સ્થાન આપતા આ ચૂંટણીમાં પણ યુવાનો પોતાની રાજકીય કારકિર્દી બનાવવા માટે થનગની રહ્યા છે જેને લઇ ચૂંટણી લડવા ઇચ્છતા યુવાઓ પોત પોતાના ગોડ ફાધરોના શરણે જઇ આજીજી કરી રહ્યા છે. ત્યારે નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે પણ ભાજપ અને કોંગ્રેસ નહિ પરંતુ ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન સામસામે ટકરાય તેવી શક્યતા સેવાઈ રહી છે.
- Advertisement -
આ તરફ થાનગઢ પાલિકામાં ભાજપને સતત મેળવવી ખૂબ જ કઠિન લાગી રહી છે કરણ કે અહી ગયા પાચ વર્ષ કરતા થાનગઢનો વિકાસ સમ ખાવા જેવો પણ થતો નથી જેની સામે આમ આદમી પ્રતીનું વર્ચસ્વ અહી દિવસેને દિવસે વધતું જાય છે છતાં રાજકીય પક્ષો ઉમેદવારની પસંદગી કરવા પર જો ખરી ઉત્રે તો બજી પલટાઈ જાય તેવું પણ દૃશ્ય છે. ત્યારે ધ્રાંગધ્રા ખાતે પણ વોર્ડ નબર 1ની પેટા ચૂંટણી યોજાનાર છે જેમાં અગાઉ સુધરાઇ સભ્ય જિલભાઈ મેવડાનું અવસાન થતાં અહી ખલી પડેલી બેઠક પર એકાદ વર્ષ માટે પેટા ચૂંટણી યોજાશે. ધ્રાંગધ્રા શહેરના વોર્ડ નબર 1ની જો વાત કરીએ તો આ વોર્ડ સતત વિકસતો વિસ્તાર છે. આખાય શહેરી વિસ્તાર કરતા ઝડપી વિકસતો વિસ્તાર અને અહી જમીનોના ભાવ આસમાને છે ગત ટર્મ દરમિયાન આ વોર્ડના જ મહિલા સભ્ય પાલિકા પ્રમુખ તરીકે હતા જેઓની ટર્મ પૂર્ણ થતા અન્ય પ્રમુખની વરણી થઈ છે પરંતુ વોર્ડ નંબર 1માં આજેય રોડ રસ્તા, પાણી જેવી પ્રાથમિક સુવિધાથી અહીંના સ્થાનિકો સતત મુશ્કેલી ભોગવી રહ્યા છે. આ વોર્ડના સૌથી વધુ મતદાન માલધારી અને પાટીદાર સમાજનું હોવાથી રાજકીય પક્ષો આ બંને સમાજમાંથી પોતાના ઉમેદવાર ઉતરશે તેવી શક્યતા સેવાઈ રહી છે.