રાજીનામું દેવાનું કારણ ધારાસભ્ય ફોન નહીં ઉઠાવતા હોવાનું જણાવ્યું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.29
રાજ્યમાં એક તરફ હવે ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે ત્યારે દરેક રાજકીય પક્ષો પણ પોત પોતાની તૈયારી તેજ કરી મતદારોના વચ્ચે રહેવા માટે જમીન પર ઉતર્યા છે. હવે જ્યારે ચુંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષોમાં પણ ઉથલ પાથલ શરૂ થઈ ચૂકી છે. જેમાં ધ્રાંગધ્રા ગ્રામીણ સંગઠન મંત્રી દ્વારા અચાનક રાજીનામું ધરી દેતા હડકંપ મચી ગયો છે.
- Advertisement -
જાણવા મળતી વિગતો અનુસાર ધ્રાંગધ્રા ગ્રામ્ય ભારતીય જનતા પાર્ટીના સંગઠન મંત્રી અને મૂળ દુદાપર ગામના ગીતાબેન બળવંતભાઈ છસિયા અચાનક પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યાનો પત્ર વાયરલ થયો હતો જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને સંબોધી આ પત્રમાં પોતાનું રાજીનામું લખ્યું હતું આ પત્રમાં જણાવ્યું હતું કે “હું છાશિયા ગીતાબેન બળવંતભાઈ આજદિન સુધી વફાદારી પૂર્વક પક્ષમાં (ભારતીય જનતા પાર્ટી) કામ કર્યું છે અને તારીખ 26 સપ્ટેમ્બરના રોજ હું ભારતીય જનતા પાર્ટીના મંત્રી પદેથી રાજીનામું આપું છું” આ રાજીનામાનો પત્ર બે દિવસ બાદ વાયરલ થયો છે જેથી ગીતાબેન છાશિયા પતિ બળવંતભાઈ સાથે વાતચીતમાં તેઓ દ્વારા રાજીનામું ધરવાનું કારણ ધારાસભ્ય અથવા તેઓના પીએ ફોન નહીં ઉઠાવતા હોવાનું જણાવ્યું હતું. જોકે ધારાસભ્ય ફોન નહીં ઉઠાવતા હોવા અંગે આગાઉ પણ અનેક પક્ષના જ કાર્યકરો બળાપો કાઢી રહ્યા છે પરંતુ હાલ સ્થાનિક સ્વરાજ, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી નજીક આવી રહી છે તેવા સમયે જ આ પ્રકાર રાજીનામાં ધ્રાંગધ્રાના રાજકારણમાં ભારે હડકંપ મચી ગયો છે.