કોંગ્રેસની એસેટ રૂા.691.11 કરોડમાંથી રૂા.805.68 કરોડ, ટીએમસીની પ્રોપર્ટી રૂા.182 કરોડમાંથી રૂા.458 કરોડ અને બસપાની રૂા.690 કરોડમાંથી રૂા.732 કરોડ મિલકત થઈ
આઠ રાષ્ટ્રીય પક્ષોએ 2021-22 માં રૂા.8,829.16 કરોડની કુલ મિલકત જાહેર કરી છે.2020-21 માં તે રૂા.7,297.62 કરોડ હતી.સૂચિત ગાળામાં ભાજપની એસેટસમાં 21.17 ટકાનો વધારો નોંધાયો છે.જયારે કોંગ્રેસની મિલકત 16.6 ટકા વધી છે. એસોસીએશન ફોર ડેમોક્રેટીક રિફોર્મા (એડીઆર) ના અહેવાલમાં ભાજપ, કોંગ્રેસ, એડીઆરના અહેવાલમાં ભાજપ, કોંગ્રેસ, એનસીપી, બીએસપી, સીપીઆઈ,(એમ) અને એનપીઈપીની નાણાંકીય વર્ષ 2020-21 અને 2021-22 ની મીલકત અને જવાબદારીનુ વિશ્લેષણ કરાયું હતું. ભાજપે 2020-21 માં રૂા.4,990 કરોડની એસેટસ જાહેર કરી હતી જે.2021-22 માં રૂા.1.17 ટકા વધીને રૂા.6,048.81 કરોડ થઈ હતી
- Advertisement -
એવી રીતે સમાન ગાળામાં કોંગ્રેસની કુલ મિલકત રૂા.691.11 કરોડથી 16.6 ટકા વધીને રૂા.805.68 કરોડ થઈ હતી. અહેવાલમાં જણાવ્યા અનુસાર બીએસપી એક માત્ર એવો રાષ્ટ્રીય પક્ષ હતો જેની વાર્ષિક મીલકતમાં ઘટાડો નોંધાયો હતો. 2020-2021 માં પક્ષની કુલ એસેટ રૂા.732.79 કરોડ હતી. જે 2021-22 માં 5.74 ટકા ઘટીને રૂા.690.71 કરોડ થઈ હતી. મમતા બેનરજીની તૃણમુલ કોંગ્રેસની કુલ મીલકત 2020-21 ના રૂા.182.001 કરોડથી 151.70 ટકા વધીને 2021-22 માં રૂા.458.10 કરોડ થઈ હતી. નાણાંકીય વર્ષ 2020-21 માં રાષ્ટ્રીય પક્ષો દ્વારા જાહેર કરાયેલી કુલ જવાબદારી (લાયેબીલીટી) રૂા.103.55 કરોડ હતી. કોંગ્રેસે સૌથી વધુ રૂા.71.58 કરોડ અને સીપીઆઈ (એમ) દ્વારા રૂા.16.109 કરોડની જવાબદારી જાહેર કરવામાં આવી હતી. 2021-22 માં પણ કોંગ્રેસ રૂા.41.95 કરોડની જવાબદારી સાથે મોખરે રહી હતી.
સીપીઆઈ (એમ) અને ભાજપ ત્યારપછીનાં ક્રમે હતી તેમની જવાબદારી અનુક્રમે રૂા.12.21 કરોડ અને રૂા.5.17 કરોડ રહી હતી. 2020-21 અને જવાબદારીમાં ઘટાડો નોંધાયો હતો. કોંગ્રેસની જવાબદારી રૂા.29.30 કરોડ અને એનપીસીની જવાબદારી રૂા.1 લાખ ઘટી હતી. રાષ્ટ્રીય પક્ષો દ્વારા 2020-21 માં રૂા.7,194 કરોડ અને 2021-22 માં રૂા.8.766 કરોડનું મુડી અથવા અનામત ભંડોળ બાજુએ મુકાયું હતું. ભાજપે 2021-22 માં સૌથી વધુ રૂા.6.041.64 કરોડની સૌથી વધુ મૂડી જાહેર કરી હતી. કોંગ્રેસે રૂા.763.73 કરોડ અને સીપીઆઈ (એમ) રૂા.723.56 કરોડની મૂડી સાથે અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે રહ્યા હતા.