સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં વિવિધ ભવનોના પ્રોફેસર સેબેટિકલ લીવ ભોગવી ચૂક્યા છે પરંતુ તેનું પ્રમોશન અટક્યું નથી…
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હવે વિવાદીત યુનિવર્સિટી બની ગઈ છે. અવાર નવાર વિવાદમાં સપડાતી જાય છે. ત્યારે સેબેટિકલ લીવમાં યુનિવર્સિટીએ વ્હાલા દવલાની નીતિ અપનાવ્યા હોવાનું સામે આવ્યું છે. યુનિવર્સિટીના નિયમાનુસાર કોઈ પણ પ્રોફેસર તેની નોકરી દરમિયાન બે વખત સેબેટિકલ લીવ ભોગવી શકે છે જે રીસર્ચ માટે આપવામાં આવે છે. જે એક વર્ષ માટે હોય છે આ એક વર્ષની લીવમાં પ્રોફેસરના પ્રમોશનમાં કે પગારમાં ફરક પડતો નથી. પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફિઝિક્સ ભવનના પ્રોફેસર ડો.કૃણાલ મોદીએ સેબિટિકલ લીવ લીધી અને તેની નોકરી સળંગ ન ગણી 6 મહિના પાછળ ધકેલ્યા.
- Advertisement -
આમ કૃણાલ મોદીનું પ્રમોશન પણ અટક્યું. જ્યારે અન્ય પ્રોફેસરોના કેસમાં આવું નથી બન્યું
યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના કમલ મહેતા, જયદિપસિંહ ડોડિયા, આર.બી.ઝાલા, સંજય મુખર્જી સહિત વિવિધ ભવનના પ્રોફેસરો રિસર્ચ અથવા વિષયમાં તજજ્ઞ બનવા માટે સેબેટિકલ લીવ લઈ ચુક્યા છે તાજેતરમાં જર્નાલિઝમ ભવનના ડો.નીતા ઉદાણી પણ સેબિટિકલ લીવ લીધી હતી. છતા પણ કોઈનું પણ પ્રમોશન અટક્યું નથી. દરેક પ્રોફેસરની નોકરી પણ સળંગ ગણવામાં આવી તો પછી ડો.કૃણાલ મોદીના કેસમાં આવું કેમ બન્યું?
ડૉ. કૃણાલ મોદીનું પ્રમોશન પાછળ કેમ ગયું?
જ્યારે ડો.પ્રતાપસિંહ ચૌહાણ યુનિવર્સિટીના કુલપતિ હતા તે સમયે ફિઝિક્સ ભવનના ડો.કૃણાલ મોદીએ સેબેટિકલ લીવ લીધી હોવાથી તેનું સિન્ડિકેટમાં ઠરાવ કરીને પ્રમોશન અટકાવ્યું હતું પરંતુ જ્યારે ડો.ગીરીશ ભીમાણી કુલપતિ બન્યા ત્યારે ફરીથી આ ઠરાવને માન્ય ન રાખતા કૃણાલ મોદીને અન્યની જેમ પ્રમોશન આપવા માટે નવી દરખાસ્ત મુકી પરંતુ ત્યારબાદ સભ્યો પર દબાણના લીધે અથવા ડો.કૃણાલ મોદીને ટારગેટ કરવા માટે ફરીથી આ મુદ્દે કમિટી બનાવવામાં આવી જેમાં ડો.રાજેશ કાલરીયા, ડો.વિમલ પરમાર અને ડો.કલાધર આર્યની નિમણૂંક કરવામાં આવી જેમાં સેબેટિકલ લીવ મુદ્દે સમાન ધોરણ ન અપનાવ્યા અને કૃણાલ મોદીનું પ્રમોશન ફરી અટકાવી દીધું.
- Advertisement -
શું છે સેબેટિકલ લીવ?
સેબેટિકલ લીવનો જો વાત કરીએ તો યુનિવર્સિટી પ્રોફેસરોને રિસર્ચ માટે એક વર્ષની રજા મળે છે જે નોકરી દરમિયાન કુલ બે વખત મળે છે પરંતુ તેમાં નોકરી સળંગ ગણાય છે જે પગાર, ભથ્થા મળતા હોય છે તેમાં પણ કાપ મુકાતો નથી. પ્રમોશન પણ અટકતું નથી.
કલાધર આર્યએ સેબેટિકલ લીવ મુદ્દે વિરોધ કર્યો હતો
સિન્ડિકેટ સભ્ય કલાધર આર્યએ સેબેટિકલ લીવ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, અન્ય પ્રોફેસરની જેમ જ ડો.કૃણાલ મોદીની નોકરી સળંગ ગણવી જોઈએ. જેથી તેનું પ્રમોશન ન અટકે.
ડૉ.કૃણાલ મોદીને ટારગેટ કરવા માટે ડૉ.ભીમાણીએ કમિટી બનાવી સેબેટિકલ લીવમાં અલગ માપદંડ અપનાવ્યા