જૂનાગઢ સક્કરબાગ પાસે મકાન પર કબ્જાનો મામલો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
- Advertisement -
કેશોદમાં આવેલ નીલકંઠ મંદિરમાં રહેતા કપિલભારતી આનંદભારતી સાધુનું મકાન જૂનાગઢમાં સક્કરબાગ પાસેના રામદેવપરા હુસેની ચોકમાં આવેલ છે. કેશોદ રહેતા હોવાથી કોરોના કાળ સમય દરમિયાન સાધુ જૂનાગઢ આવતા ન હતા. જેથી તેમના મકાનમાં હારુનશા કાસમશા સરવદી રહેવા લાગ્યો હતો. કોરોના કાળ પૂરો થતાં કપિલભારતીના મકાનમાં હારૂનશા રહેતો હોવાનું માલુમ પડયું હતું આથી તેને મકાન ખાલી કરી આપવા અવારનવાર જણાવ્યું હતું પરંતુ શખ્સે મકાન ખાલી કરી આપેલ નહીં આખરે સાધુએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરતા ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાના માર્ગદર્શનમાં પીઆઈ આર. કે. પરમાર, પીએસઆઈ વાય. એન. સોલંકી, એએસઆઈ ભદ્રેશ રવૈયાએ શખ્સને બોલાવી મકાનના દસ્તાવેજની ખરાઈ કરતા મકાન સાયુનું હોવાનું જણાયું હતું. પોલીસે કુનહ કાયદાની જોગવાઈને ધ્યાને લઈ શખ્સ સામે લાલ આંખ કરી તેની પાસેથી મકાન કપિલભારતી આનંદભારતી સાધુને પરત સોંપતા સાધુએ પોલીસ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.