ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.11
વેરાવળમાં સોની વંડી સામે નગરપાલિકા ક્વાટરમાં પત્નીને કરિયાવરમાં મળેલ વાસણ દરવાજો તોડી ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાતા સિટી ઙઈં એચ.આર. ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ ટાવર ચોક પોલીસચોકીના ઙજઈં કે. એન. મૂછાળએ ગુન્હો ઉકેલી કાઢવા સૂચના આપતા પોલીસે વેરાવળના જ ત્રણ ઇસમોને પકડી પૂછપરછ કરતા સમગ્ર બનાવની કબૂલાત આપતા પોલીસે 3 ઇસમોને ચોરીમાં ગયેલ રૂ.10,200 ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વેરાવળમાં ઘરફોડ ચોરીનો ગુનો પોલીસે ઉકેલી 3 આરોપીઓને પકડી પાડ્યા
