નિયમોનો ભંગ કરનાર પોલીસ સામે કાર્યવાહી કરાશે : સુપ્રિમ કોર્ટનો ધ્રુજારો
બધા રાજયોનાં પોલીસ વડાઓને ધરપકડ વખતે દિશા – નિર્દેશોનું પાલન કરવાનો આદેશ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.3
સુપ્રિમ કોર્ટે બધા રાજયો અને કેન્દ્ર શાસીત રાજયોમાં પોલીસ પ્રમુખોને એ નિશ્ર્ચિત કરવાનો આદેશ આપ્યો છે કે કોઈએ પણ ધરપકડ કરતી વખતે કાયદાનું સખ્તાઈથી પાલન કરવું પડશે અદાલતે કહ્યું હતું કે પોલીસ પોતાની સીમા ન ઓળંગી શકે.
જસ્ટીસ અહસાનુદીન અમાનુલ્લાહ અને જસ્ટીસ પી.કે.મિશ્રાની પીઠે કહ્યું હતું કે જો ધરપકડમાં કાયદો અને દિશા-નિર્દેશ સામે આંખ આડા કાન કરવામાં આવે છે. તો પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
- Advertisement -
સુપ્રિમ કોર્ટે જજોને પણ આદેશ નિર્દેશ આપ્યો હતો કે તેઓ ધરપકડ સમયે પોલીસ દ્વારા તૈયાર ચેકલીસ્ટને નિયમીત રીતે સ્વીકારવાના બદલે તેના પર ઝીણવટપૂર્વક ધ્યાન આવે બેન્ચે પોતાના આદેશની નકલ બધા રાજયોનાં પોલીસ પ્રમુખોને મોકલવાનો આદેશ આપ્યો છે.
સુપ્રિમ કોર્ટે આ આદેશ હરિયાણા પોલીસ સામે વિજય પાલ યાદવ તરફથી દાખલ અવગણનાની અરજી પર વિચાર કરીને આપ્યો હતો.
અરજદારનો આરોપ છે કે હરિયાણા પોલીસે માત્ર નિયમોની અવગણના કરીને તેની ધરપકડ નથી કરી બલકે ધરપકડ સમયે અને બાદમાં પોલીસ સ્ટેશનમાં ત્રાસ પણ આપ્યો હતો અને કહ્યું હતું કે હરિયાણા પોલીસે સુપ્રિમ કોર્ટ દ્વારા આ મુદા પર અર્નેશકુમાર મામલામાં પસાર દિશા-નિર્દેશોનો ભંગ કરવામાં આવ્યો હતો.