પરિક્રમામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે સજ્જ: 2141 પોલીસ અધિકારી અને કર્મી ફરજ પર
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ પ્રતિ વર્ષ યોજાતી ગિરનારની લીલી પરિક્રમામાં 12 લાખ જેટલા ભાવિકો પરિક્રમા કરવા પધારે છે ત્યારે પોલીસ તંત્ર સજ્જ થયું છે જેમાં રેન્જ આઈજી નિલેશ જાંજડીયા અને જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મેહતાના માર્ગદર્શન હેઠળ પરિક્રમા કરવા આવતા ભાવિકોને કોઈ અગવડતા પડે નહિ અસામાજિક તત્વો કે લુખ્ખા તત્વો ભીડનો લાભ લઈને કોઈ અઘટીત બનાવના બને તેના માટે પોલીસ તંત્ર દ્વારા પુરા તકેદારી પગલાં સાથે સજ્જ બન્યા છે.
પરિક્રમાના 36 કિમિ રૂટ સહીત ભવનાથ તળેટી તેમજ શહેરના અલગ અલગ પોઇન્ટ સાથે 6 ઝોનમાં બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. તા.23 થી 27 સુધી પોલીસ અધિકારી અને કર્મીઓ રાઉન્ડ ધ કલોક બંદોબસ્ત જળવાશે જેમાં અલગ અલગ જિલ્લાના કુલ 2841 પોલીસ જવાન, હોમગાર્ડ, જીઆરડી સાથે એસઆરપીએફ બે કંપની દ્વારા ખડેપગે બંદોબસ્ત જળવાશે.
એક દિવસ અગાઉ એસપી હર્ષદ મેહતા દ્વારા પોલીસ હેડ ક્વાટર ખાતે ગિરનાર લીલી પરીક્રમામાં સબબ પોલીસ બંદોબસ્તની વહેચણી કરવામાં આવેલ અને એસપી દ્વારા બંદોબસ્તને લગતી અગત્યાના જરૂરી સુચનો કરવામાં આવેલ છે. તેમજ પરીક્રમામાં દરમ્યાન શુ – શુ પગલા લેવા તેમજ કઈ બાબતો ધ્યાને રાખવી તેની માહીતી આપવામાં આવેલ છે. સમગ્ર બંદોબસ્ત 6 ઝોનમાં વહેંચવામાં આવેલ છે , તેમજ ગીરનાર લીલી પરીક્રમાં બંદોબસ્તમાં અધિકારીઓમાં 8 ડીવાયએસપી, 18 પીઆઇ, 110 પીએસઆઇ સહીત કુલ – 136 પોલીસ અધિકારી સાથે 1726 પોલીસ કર્મી તથા હોમગાર્ડ સભ્ય 435, જીઆરડી સભ્ય 680 સહીત કુલ 2841 કર્મચારી તથા 2 એસઆરપીએફની કંપનીનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલ છે.
આ સાથે ગુનાઓ બનતા અટકાવવા 12 ટીમ સર્વેલન્સ માટે રોઉન્ડ ઘી કલોક તમામ ઝોનમાં ટોટલ 72 કર્મચારી સાથે ફરજ બજાવશે તથા મહિલાઓની સુરક્ષા માટે 10 સી-ટીમ સતત કાર્યરત રહેશે.
આ ઉપરાંત નેત્રમ શાખા દ્વારા ભવનાથ રુટ ઉપર તથા સિટીમાં મળી કુલ 285 કેમેરા દ્વારા સતત મોનીટરીંગ રાખવામાં આવશે. આ બંદોબસ્તમાં જરૂરી સામગ્રીની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેમકે બોડીવોર્ન કેમેરા 125, રસા 20, હાથબતી 65, અગ્નિ સામક 49, વોકીટોકી 210, નાઇટ વિઝન બાયનોક્યુલર 9, મેગા ફોન 36, વાયરલેસ સેટ 55, રાવટી 45 જેવી સાધન સાથે બંદોબસ્ત જાળવશે.