7 ઇસમો વિરૂઘ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મકરસંક્રાંતી પર્વ પર ચાઇનીઝ દોરી પ્લાસ્ટીક દોરી અને તુકકલ સહિતની ચીજ વસ્તુના વેંચાણ પર પ્રતિબંધ છે. ત્યારે જૂનાગઢ એસપી હર્ષદ મહેતાએ જિલ્લાના તમામ તાલુકામાં પ્રતિબંધીત ચાઇનીઝ દોરી સહિત માલ સામાન વેંચતા સામે ધોરણસર કાર્યવાહી કરવાની સુચના આપી હતી.
જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશન દ્વારા ખાસ પતંગ સ્ટોલ પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. જેમાં મેંદરડા, વિસાવદર, કેશોદ, જૂનાગઢ બી-ડીવીઝન સહિત પતંગ સ્ટોલ પરથી ચાઇનીઝ દોરીની ફીરકી નં.58 તથા ચાઇનીઝ તુકકલ નં.50ના કુલ રૂા.35 હજાર જેટલા મુદ્દામાલ કબ્જે કરીને સાત ઇસમો વિરૂઘ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
- Advertisement -
તાલાલાનો શખ્સ ચાઇનીઝ દોરી વેચતા ઝડપાયો
ગીર સોમનાથ આગામી મકરસંક્રાંતી તહેવાર નિમિતે ચાઇનીઝ દોરી વેંચાણ પર પ્રતિબંધ હોવા છતાં ચાઇનીઝ દોરી અને તુકકલનું વેંચાણ કરનાર ઇસમો સામે ક્રાઇમ બ્રાંચે લાલ આંખ કરી છે. ક્રાઇમ બ્રાંચ પેટ્રોલીંગમાં હતી ત્યારે તાલાલાના ગીરીનામા ચોક પાસે ચાઇનીઝ દોરીનું વેંચાણ કરતો પંકજ રાજુભાઇ તોમારીયા નામના ઇસમને ચાઇનીઝ દોરીની ફીરકી નં.3, રૂા.300 સાથે ઝડપી પાડયો હતો.