લઠ્ઠાકાંડ થયાની આશંકા સાથે ઊચ્ચ કક્ષાની તપાસમાં ખુલાસો
FSL દ્વારા જણાવાયું કે લઠ્ઠો નહીં પણ પ્રવાહીમાં ઇથેનોલ અને સાઈનાઈટની હાજરી હતી
- Advertisement -
લઠ્ઠો નહીં પણ ઝેરી પ્રવાહી પીવાથી રિક્ષા ડ્રાઇવરના મોત થયું
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગઈકાલ સાંજે બે રીક્ષા ચાલકો ઝેરી કેફી પીણું પીવાથી મોત ની ઘટના સામે આવતા પોલીસમાં હડકંપ મચી જવા પામ્યો હતો રફીક હશન ઘોઘારી અને ભરત છગન ના મોત થતા મોડી રાત સુધી આગેવાનો અને ધારાસભ્ય સહીત ના લોકોના ટોળા એકઠા થયા હતા અને લઠ્ઠા કાંડ થયો હોવાની ચર્ચા એ જોર પકડયું હતું બે રીક્ષા ચાલકોના મોત થી ઊંચ કક્ષાએ થી તપાસ શરુ કરી બંને રીક્ષા ચાલકોના પીએમ રિપોર્ટ અને એફએસએલ રિપોર્ટ ના આધારે એડિશનલ ડીજીપી એસ.રાજકુમાર પાંડિયન અને આઇ.જી મયંક સિંહ ચાવડા સાથે જૂનાગઢ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી અને એફએસએલ અધિકારી ની ઉપસ્થિતિ માં મીડિયા સમક્ષ ખુલાસો કર્યો હતો અને જણાવ્યું હતું કે બંને રીક્ષા ચાલાક ના મોત લઠ્ઠા થી થયા નથી એટલે લઠ્ઠા કાંડ નથી થયો બંને ના મોત ના રિપોર્ટ ના આધારે ખુલાસો કર્યો હતો અને જેમાં ઇથેલોન અને સાઇનાઇડ થી મોત થયાનો રિપોર્ટ આવ્યો છે જેમાં મિથેલોન પ્રવાહી મળી નથી આવ્યું વધુમાં જણાવ્યું કે ઊંચ કક્ષા એ તપાસ શરૂ કરીછે આ ઝેરી પ્રવાહી ક્યાંથી લાવ્યા અને કોની પાસેથી લાવ્યા અને બંને રીક્ષા ચાલકો દારૂ પીધો હોવાનું પણ સામે આવ્યો બીજી તરફ મોબાઈલ કોલ ડીટેલ પણ ચકાસવામાં આવશે અને છેલ્લા બે ત્રણ દિવસ માં કોની સાથે મુલાકાત કરી હતી તે દિશા માં તાપસ શરુ કરીછે અને હત્યા ની પણ આશંકા હોઈ શકે તે વધુ તપાસના અર્થે ખબર પડશે આ મૃત્યુ પામનાર યુવાનો ના શરીરમાંથી લેવાયેલ સેમ્પલ માં ઇથેનોલ અને સાઈનાઈટ ની હાજરી મળી હતી જ્યારે લઠ્ઠા માં જોવામાં આવતું મિથેનોલ આ સેમ્પલો માંથી મળી આવ્યું નથી જેથી આ ઘટના લઠ્ઠાકાંડ હોવાની વાતને સદંતર નકારી હતી.સમગ્ર બનાવ મામલે પરિવાર અને સમાજ આગેવાનો એ નિશપક્ષક તપાસ થાય તેવી માંગ કરી હતી પોલીસ દ્વારા જીણવટ ભરી રીતે બંને મોત મામલે વધુ આગળ તપાસ શરુ કરીછે તપાસ પૂર્ણ થયા બાદ ક્યાંથી ઝેરી પ્રવાહી આવ્યું અને કોને આપ્યું તેના ખુલાસા આગામી દિવસોમાં ખબર પડશે.
ઘટનાની ગંભીરતા સમજી તપાસ કરી
જૂનાગઢમાં ગઇકાલ બનેલી ઘટના માં બે રીક્ષા ચાલકોના મોત થતા ગાંધીનગર થી એડિશનલ ડીજીપી એસ રાજકુમાર પાંડિયન જૂનાગઢ દોડી આવ્યા હતા અને રાત ભર આઇજી મયંક સિંહ ચાવડા અને એસપી રવિ તેજા વાસમ સેટ્ટી સહીત એફએસએલ અધિકારી રાત ઉજાગરા કરીને તપાસ શરુ કરી હતી જેમાં આજે પ્રેસ કોન્ફરન્સ યોજી ખુલાશા કર્યા.
- Advertisement -
બંન્ને યુવકોના મોત ઝેરી પ્રવાહી પીવાથી થયા હોવાનો ખુલાસો: ઋજક
ઋજક વિભાગમાંથી ડે.ડાયરેક્ટર કિશોર શર્મા સહિતના અધિકારીઓએ પત્રકારોને વિગતો આપી હતી કે ગઈકાલની ઘટના લઠ્ઠાકાંડ નહીં પરંતુ બંન્ને યુવકોના મોત ઝેરી પ્રવાહી પીવાથી થયા હોવાનો ખુલાસો કર્યો હતો એફએસએલના અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા આ મૃત્યુ પામનાર યુવાનો ના શરીરમાંથી લેવાયેલ સેમ્પલમાં ઇથેનોલ અને સાઈનાઈટની હાજરી મળી હતી જ્યારે લઠ્ઠામાં જોવામાં આવતું મિથેનોલ આ સેમ્પલો માંથી મળી આવ્યું નથી જેથી આ ઘટના લઠ્ઠાકાંડ હોવાની વાતને સદંતર નકારી હતી.