માથાભારે શખ્સનું દબાણ દૂર કરી મૂળ માલિકને જમીનનો કબજો સોંપ્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
સુરેન્દ્રનગર જિલ્લામાં માથાભારે ઇસમોની યાદી તૈયાર કર્યા બાદ હવે આ ઈસમો પર કડક કાર્યવાહી શરૂ કરી છે જેમાં કેટલાક ગેરકાયદેસર રહેણાક ધરાવતા ઇશામોનું દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે ત્યારે થાનગઢ તાલુકાના ખાખરાથળ ગામે અન્ય માલિકીની બિનખેતી જમીન પર ગેરકાયદેસર કબ્જો કરી માથાભારે ઇશમ કલાભાઈ દલાભાઈ રોજાસરા દ્વારા પોતાનું રહેણાક મકાન ઉભુ કર્યું હોવાની જાણ સ્થાનિક પોલીસને ધ્યાને આવતા થાનગઢ પીઆઇ વી.કે.ખાંટ સહિતની ટીમ દ્વારા ખાખરાથળ ગામે જમીનના મૂળ માલિકને સાથે રાખી માથાભારે ઈસમ દ્વારા કરેલ ગેરકાયદેસર દબાણ હટાવી આ જમીન મૂળ માલિકને સોંપી હતી. જ્યારે માથાભારે ઇસમોના રહેણાક મકાનો પર પોલીસનું બુલડોઝર શરૂ થતાં હવે આવા ઈશામોમાં પણ ફફડાટ ફેલાયો છે.



