જૈશ અને લશ્કરના ઠેકાણાઓમાં દરોડા દરમ્યાન અનેક શંકાસ્પદોની ધરપકડ : ઘટના સ્થળે હથિયાર, મોટી માત્રામાં નકલી રોકડ, વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.27
- Advertisement -
જમ્મુ ક્ષેત્રમાં માથુ ઉંચકી રહેલા આતંકવાદનાં સાપની ફેણને કચડી નાખવા માટે પોલીસે ગત 48 કલાકમાં ઉધમપુર, રિયાસી, કિશ્તીવાડ, રામબન, રાજૌરી અને પુંચ જિલ્લામાં તાબડતોબ કાર્યવાહી કરી છે. પોલીસે આ 6 જીલ્લામાં સક્રિય આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ અને લશ્કર એ તોયબાનાં નેટવર્કમાં સામેલ તત્વોના 56 ઠેકાણાઓમાં તલાસી લઈને આતંકવાદની કમરને તોડી નાંખી છે.
આ કાર્યવાહી દરમ્યાન જુદા જુદા ઓવર ગ્રાઊન્ડ વર્કસ (ઓજી ડબલ્યુ) અને શંકાસ્પદ આતંકીઓને પકડવા ઉપરાંત ઈલેકટ્રોનિક ઉપકરણ, વાંધાજનક દસ્તાવેજ, મોટી માત્રામાં બોગસ રોકડ, હથીયાર અને અન્ય સામાન સરંજામ જપ્ત કર્યા છે.
પોલીસ આ અભિયાન ગત બે વર્ષ દરમ્યાન રાજૌરી, કિશ્તવાડમાં થયેલા વિભીન્ન આતંકી હુમલા અને સીમા પારથી આતંકીઓની ઘુસણખોરીની તપાસ દરમ્યાન મળેલા પુરાવાના આધારે ચાલી રહી છે.જમ્મુ વિભાગનાં એડીજીપી આનંદ જૈને જણાવ્યું હતુ કે જમ્મુ ક્ષેત્રમાં જે પણ તત્વો હિંસા ફેલાવવા આતંકીઓની મદદ કરવા તેમનું નેટવર્ક તૈયાર કરવામાં સામેલ છે. તેમને ચિન્હીત કરી તેમની વિરૂધ્ધ એક અસરકારક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં જમ્મુ ક્ષેત્રમાં 56 જુદી જુદી જગ્યાઓએ દરોડા પાડવામાં આવ્યા હતા.આ ઉપરાંત પોલીસે રિયાસી જીલ્લામાં 10 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. એડીજીપીએ જણાવ્યું હતું કે આતંકની વિરૂદ્ધ ચાલી રહેલા અભિયાનમાં લોકો પર સાથ આપે. લોકો પોતાની આસપાસ કોઈપણ શંકાસ્પદ ગતિવિધેયક વ્યકિતઓની પોલીસને માહિતી આપે.