ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
શહેરના માંગનાથ રોડ ઘટનામાં પોલીસે 1 આરોપીને લઈ સ્થળ પર પહોંચી હતી અને પંચનામું કર્યું હતું. ચોબારી રોડ વિસ્તારમાં – રહેતા મહેશભાઈ કનૈયાલાલ પોપટની માંગનાથ રોડ પર પાર્કિંગ ચોકમાં આવેલ ઠંડા પીણાનીની દુકાન પાસે આદીલ ફયુમ નામના શખ્સે બાઈક પાર્ક કર્યું હતું.
જેથી વેપારીએ ના પાડતા તેનું મનદુ:ખ રાખી વેપારી અને તેના મોટાભાઈ ભવનેશ સાથે આદીલ ફયુમ, ફયુમભાઈ ઇબ્રાહીમ, મેમુનાબેન ફયુમભાઈએ બોલાચાલી કરી હતી. આદીલ અને ફયુમ ઇબ્રાહીમે ઉશ્કેરાઈ જઈને ડોલ અને બોટલ વડે હુમલો કરી મહેશભાઈને ઈજા પહોંચાડી હતી. સામા પક્ષે વેપારી મહેશભાઈ અને ભવનેશભાઈ પોપટએ બાઈક પાર્ક કરવાની ના પાડી આદિલ તથા ફ્યુમભાઈને ઢીકાપાટુ તથા ટેબલથી માર માર્યો હતો. સામસામી મારામારીના બનાવને લઈને એ ડિવિઝન પોલીસે બંને પક્ષની ફરિયાદ લઈ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. દરમ્યાન ગુરુવારે પીઆઈ આર.કે. પરમાર, પીએસઆઈ વાય. એન. સોલંકી. વી. એલ. લખધીર. ગઢવી સહિત પોલીસ ટીમે ધરપકડ બાદ આદીલને માંગનાથ રોડ પર પગપાળા લઈ જઈ પાર્કિંગ ચોક ખાતે પૂછપરછ કરી પંચનામું કર્યું હતું.



