વાઘાવાડી રોડ પર ‘ઇવા સુરભી કોમ્પ્લેક્ષ’ના ત્રણ સ્પા સેન્ટર પર રેડ: 10 યુવતીઓને મુક્ત કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર આવેલા ઇવા સુરભી કોમ્પ્લેક્ષમાં સ્પા સેન્ટરની આડમાં ધમધમતા દેહ વ્યાપારના ગેરકાયદેસર ધંધા પર પોલીસે દરોડા પાડ્યા હતા. નીલમબાગ પોલીસ, ઘોઘારોડ પોલીસ અને એએચટીયુ (AHTU) સહિતના પોલીસ અધિકારીઓની ટીમે કોમ્પ્લેક્સમાં એકસાથે આવેલા ’અવેડા’, ’ઓશિયન’ અને ’આઇકોનીક’ નામના ત્રણ સ્પા સેન્ટરો પર રેડ કરી હતી.
- Advertisement -
પોલીસે આ દરોડા દરમિયાન 10 જેટલી યુવતીઓને દેહ વ્યાપારમાંથી મુક્ત કરાવી હતી. આ ઉપરાંત, ત્રણેય સ્પા સેન્ટરના મેનેજરોની ધરપકડ કરીને પોલીસે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



