72 હજારનો દારૂ ભરેલી
કાર સાથે લીંબડીના કુખ્યાત શખસની ધરપકડ
ભાયાસરના શખસણે
24 હજારના દારૂ સાથે ઝડપી લેતી પીસીબી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે એલસીબીએ પૂણિતનગર પાસેથી 72 હજારનો દારૂ ભરેલી કાર સાથે લીંબડીના શખસને દબોચી લીધો છે જ્યારે પીસીબીએ લોંઠડાંમાં દરોડો પાડી ભાયાસરના શખસને 24 હજારના દારૂ સાથે પકડી પાડયો છે.
રાજકોટ એલસીબી ઝોન 2ના પીએસઆઈ આર એચ ઝાલા અને ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સ્ટાફને મળેલી ચોક્કસ બાતમી આધારે પૂનીતનગર પાણીના ટાંકા પાસે ખોડિયારપરા મેઇન રોડ ઉપર વોચ ગોઠવી બાતમીવાળી કાર પસાર થતાં અટકાવી જડતી લેતા અંદરથી 72 હજાર રૂપિયાની દારૂની 720 નાની બોટલ મળી આવતા લીંબડીના રવિ કાનાભાઈ સોંદલાની ધરપકડ કરી દારૂ, કાર સહિત 3.82 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.
પ્રાથમિક પૂછતાછમાં રૈયાધારના સાગર સેલાભાઈ બોળીયાનું નામ ખૂલતાં તેની શોધખોળ હાથ ધરી છે રવિ અગાઉ બે ગુનામાં પકડાઈ ચૂક્યો છે જ્યારે પીસીબી પીઆઇ એમ આર ગોંડલીયા અને ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના કરણભાઈ મારુ, વિજયભાઈ મેતા સહિતના સ્ટાફને મળેલી બાતમી આધારે લોંઠડાં ગામે મફતીયાપરામાં અગાસી ઉપર દરોડો પાડતા ત્યાંથી 24 હજારનો દારૂ મળી આવતા જતીન બચુભાઈ બાવળિયાની ધરપકડ કરી દારૂ, મોબાઈલ સહિત 27 હજારનો મુદામાલ કબજે કર્યો છે.