6 પત્તાપ્રેમીઓ 84 હજારની રોકડ સાથે ઝડપાયા
ખાસ-ખબર સંવાદદાતા
વાંકાનેરના ઢુવા ગામની સીમમાં આવેલ બંધ કારખાનામાં ધમધમતા જુગારધામ પર તાલુકા પોલીસ ત્રાટકી હતી અને જુગાર રમતા છ શકુનીઓને રોકડા રૂપિયા 84 હજાર સાથે ઝડપી પાડી તમામ વિરુદ્ધ જુગારધારા અન્વયે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
- Advertisement -
વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં ભવાની કાંટાવાળા રસ્તે આવેલ જયકો નામના બંધ કારખાનામાં જુગારધામ ધમધમતું હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડીને જુગાર રમતા સંજયભાઇ રૂગનાથભાઇ ગોપાણી (ઉં.વ.35), શામજીભાઇ ઉર્ફે સોમાભાઇ વસ્તાભાઇ ચૌહાણ (ઉં.વ.38), રજનીકાંતભાઇ અવચરભાઇ ગોપાણી (ઉં.વ.39), નયનભાઇ જેન્તીભાઇ મકવાણા (ઉં.વ.38), પંકજભાઇ ભુદરભાઇ સંધાણી (ઉં.વ.38) અને રાજેશભાઇ કેસુભાઇ અઘારા (ઉં.વ.41) ને રોકડા રૂપિયા 84 હજાર સાથે ઝડપી પાડ્યા હતા અને પોલીસે તમામ જુગારીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.