બિલ વિનાના વેચાણના દસ્તાવેજો મળ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતમાં સ્ટેટ જીએસટી વિભાગ એક્શનમાં આવી ગયો છે. રાજ્યમા તમાકુ અને વાસણના વેપારીઓ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યમાં 13 વેપારીઓના 83 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યાં છે. તપાસના અંતે મોટા પ્રમાણમાં કરચોરી સામે આવે તેવી શક્યતાઓ છે.
- Advertisement -
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાતમાં જીએસટી વિભાગે તમાકુ અને વાસણના વેપારીઓ પર દરોડા પાડ્યા હતાં. બિલ વિના વેચાણ થતું હોવાની બાતમી મળ્યા બાદ જીએસટી વિભાગ એક્શનમાં આવ્યો હતો. સમગ્ર રાજ્યમાં 13 વેપારીઓના 83 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં બિલ વિના થતા વેચાણોના દસ્તાવેજો મળી આવ્યા હતાં. તપાસના અંતે મોટા પ્રમાણમાં કરચોરી ઝડપાય તેવી શક્યતાઓ છે.
તાજેતરમાં જ મહેસાણાના વિજાપુરમાં તમાકુના વેપારીઓ પર જીએસટી વિભાગે રેડ પાડી હતી. 40 જેટલા વેપારીઓને ત્યાં દરોડા પડતાં વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. જીએસટી વિભાગની તપાસમાં મોટા પ્રમાણમાં ખાતાકીય ગોટાળા બહાર આવે તેવી શક્યતાઓ છે. બિલ વિના વેચાઈ રહેલા માલની વિગતો પણ બહાર આવી શકે છે. મોટા પ્રમાણમાં કરચોરી પણ ઝડપાઈ શકે છે.



