4.10 લાખનો મુદ્દામાલ જપ્ત, કચ્છના બુટલેગરનું નામ ખુલ્યું
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે મહેન્દ્રનગર નજીકની આઈટીઆઈ પાછળ તળાવ પાસે વિદેશી દારૂના કટીંગ સમયે જ દરોડો પાડીને ઘુંટુ રોડ ઉપર રામનગરીમાં રહેતા મુકેશ ધરમશીભાઈ નીરશ્રિત અને કચ્છ રાપરના ઈશ્વર કુંભાભાઇ ચૌહાણને અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 132 બોટલ (કિં.રૂ. 1,10,040) તેમજ રૂપિયા 3 લાખની કિંમતની બોલેરો કેમ્પર ગાડી સહીત કુલ રૂપિયા 4,10,040 સાથે ઝડપી પાડીને પ્રોહિબિશન એક્ટ અન્વયે ગુન્હો દાખલ કર્યો હતો. બંને આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં કચ્છના રાપરના ભીમાસરના સુરેશ નાથુભાઈ સાલાણીનું નામ ખુલતા પોલીસે આરોપી સુરેશને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.
મોરબીના મહેન્દ્રનગર પાસે દારૂના કટિંગ સમયે જ પોલીસે છાપો માર્યો, બે શખ્સો ઝડપાયા
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/01/butlegar.jpeg)