થાનગઢ, અ ડિવિઝન, ધ્રાંગધ્રા, પાણશીણા અને મૂળી સહિતના વિસ્તારોમાં જુગારધામ પર દરોડા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.14
ઝાલાવાડમાં શ્રાવણ મહિનો નજીક આવતા જેમ લોકમેળા માટે યુવાનોના હૃદય થનગની ઉઠે છે તે પ્રકારે જુગારની કુટેવો ધરાવતા જુગારીઓ પણ વરસાદી દેડકાની માફક બહાર આવી જ્યાં જગ્યા મળે ત્યાં જુગારના પાતળા શરૂ કરી હારજીતની બાજી માંડે છે. પરંતુ આવા જુગારી સામે જિલ્લા પોલીસ પણ બાજ નજર રાખી બેસે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ ચાર સ્થળો પર જુગારના દરોડા કરી 13 શખ્સો પાસેથી મોબાઇલ રોકડ સહિત 5,49,350/- રૂપિયાનો મુદામાલ ઝડપી લીધો હતો.
- Advertisement -
જેમાં સુરેન્દ્રનગર જિલ્લા એલ.સી.બી ટીમના પ્રતાપસિંહ રાઠોડ, દશરથભાઈ રબારી સહિતના સ્ટાફ દ્વારા ધ્રાંગધ્રા શહેરના માજી સૈનિક સોસાયટી ખાતે કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીને આધારે દરોડો કરી મનસુખ રવજીભાઈ હડિયલ, સંજય લાલજીભાઈ ઘાંઘર, ફિરોઝ વસુલખા શેખ સહિતનાઓ રોકડ 24,360/- રૂપિયા તથા એક મોબાઇલ કિંમત 5,000/- રૂપિયા એમ કુલ મળી 29,360/- રૂપિયાનો મુદામાલ જપ્ત કરી ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ગુન્હો નોંધાયો હતો. જ્યારે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફ દ્વારા પતરાવાળી હોટલ નજીક ગલીમાં વરલી મટકાના જુગાર પર દરોડો કરી રવિરાજસિંહ પ્રવિણસિંહ ઝાલા તથા રણજીતસિંહ માવસિંહ ઝાલાને વરલી મટકાના સાહિત્ય સહિત રોકડ 12,040/- રૂપિયા તથા એક મોબાઇલ કિંમત પાચ હજાર રૂપિયા એમ કુલ 17,040/- રૂપિયા સાથે ઝડપી લઇ એ ડિવિઝન ખાતે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે દાળમિલ રોડ પર કર્મયોગી સોસાયટી ખાતે રહેણાક મકાનમાં દરોડો ભગીરથસિંહ ઉર્ફે લક્કિરાજસિંહ હરદેવસિંહ ગોહિલ, કિશોરસિંહ બાપાલાલ ચુડાસમા, યોગેશભાઈ જેંતીલાલ કાગડા, રવિરાજસિંહ જયુભા રાણા, મહિપાલસિંહ નરપતસિંહ રાજપુરોહિત, સહદેવસિંહ કિરીટસિંહ વાઘેલા સહિતના શખ્સોને રહેણાંક મકાનમાં ગંજી પાના વડે જુગાર રમતા રોકડ 18,090/- રૂપિયા તથા માબુલ ફોન નંગ 6 કિંમત 55,000/- રૂપિયા સહિત 73,090/- રૂપિયા સાથે ઝડપી લઇ એ ડિવિઝન પોલીસ મથકે ગુન્હો નોંધાયો હતો. આ તરફ થાનગઢ સ્થાનિક પોલીસ મથકના સ્ટાફ દ્વારા અભેપર ગામે સીમ વિસ્તારમાં બાતમીને આધારે ગંજી પાના વડે જુગાર રમતા શખ્સો પર દરોડો કરતા નાસભાગ મચી જવા પામી હતી જે દરમિયાન દિનેશભાઇ વિનુભાઈ રંગપરા, સંજયભાઈ રૂપાભાઈ જેજરીયા, વિપુલભાઈ ભગવાનભાઈ મોરી, સુરજભાઈ ઉર્ફે સુરેશ ગેલાભાઈ મગવાણીયા સહિતનાઓ રોકડ 23,280/- રૂપિયા, મોબાઇલ નંગ 6 કિંમત ત્રીસ હજાર, બે મોટરસાઇકલ કિંમત 35 હજાર તથા એક ઈકો કાર કિંમત બે લાખ રૂપિયા એમ કુલ મળી 2,88,280/- રૂપિયાનો મુદામાલ જપ્ત કરી તમામ વિરુધ થાનગઢ પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
તેવામાં સુરેન્દ્રનગર જિલ્લા એલ.સી.બી સ્ટાફને મૂળી તાલુકાના દાણાવાડા ગામે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીને આધારે દરોડો કરી દિલીપભાઈ ઉકાભાઈ ભાયાણી, અશોકભાઈ કનુભાઈ નાકિયા, જીતેન્દ્રભાઈ દલપતભાઈ પારઘી, યશવંતભાઈ જેરામભાઈ સોલંકી, બીપીનભાઇ પ્રેમજીભાઈ પારઘી, માવજીભાઈ પરસોતમભાઈ ભાયાણી તથા પ્રવીણભાઈ હિંમતભાઈ ભાયાણી સહિતનાઓ ગંજીપાના વડે જુગાર રમતા રોકડ 60,200/- રૂપિયા, પાચ નંગ મોબાઇલ કિંમત 20,500/- રૂપિયા અને એક નંગ મોટરસાઇકલ કિંમત 50,000/- રૂપિયા એમ કુલ મળી 1,30,700/- રૂપિયાનો મુદામાલ ઝડપી લઇ તમામ વિરુધ મૂળી પોલીસ મથકે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે પાણશીણા પોલીસ મથકના સ્ટાફ દ્વારા પણ દેવપરા ગામે જાહેરમાં અમુક ઈસમો જુગાર રમતા હોવાની ચોક્કસ બાતમીને આધારે દરોડો કરી બળદેવભાઈ લાલજીભાઈ ચાવડા, રણછોડભાઈ રામજીભાઈ મકવાણા, રામજીભાઈ મકનભાઈ સાપરા, પરસોતમભાઈ ચતુરભાઈ લખાતરા, ચંદુભાઈ ચિકાભાઈ ઝાપડિયા તથા પ્રભુભાઈ ભાવુભાઈ ઝાપડિયા સહિતનાઓ ગંજીપાના વડે જુગાર રમતા રોકડ 10,880/- રૂપિયા રોકડ સાથે ઝડપી પાડી તમામ વિરુધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



