બે પીઆઈ, સબ ઈન્સ.ની શોધખોળ: તરલ ભટ્ટ વિદેશ ભાગી ગયાની શંકા: અન્ય રાજ્યોના બેંક ખાતા ધારકોને ખંખેર્યા: કોલ ડિટેઈલમાં વધુ નામોના ધડાકાની શક્યતા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢના માણાવદર પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા તરલ ભટ્ટ, એસઓજીના પીઆઈ એ.એમ. ગોહિલ અને એસઆઈ દીપક જાનીની ત્રીપુટીનો સૌથી મોટા તોડ કૌભાંડમાં આજ દિન સુધીમાં પોલીસ ડીપાર્ટમેન્ટનું સૌથી મોટું નેટવર્ક કૌભાંડ હોવાનું સામે આવી રહ્યું છે.
ગત 26 પ્રજાસત્તાક દિનની ઉજવણીના દિને તરલ ભટ્ટ વિરૂધ્ધ ફરીયાદ નોંધાયાની ગંધ આવી જતા તરલ ભટ્ટ 26 જાન્યુઆરીના કાર્યક્રમમાં હાજર હોય ત્યાંતી બપોર બાદ ભેદી રીતે ગુમ થઈ જવા પામ્યા છે. ચર્ચાતી વિગત મુજબ તેઓ વિદેશ ભાગી છુટયાનું પણ જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે.
પીઆઈ તરલ ભટ્ટ તોડ કાંડમાં માહીર હોય અમદાવાદ ખાતે 12000 કરોડના કૌભાંડમાં સંડોવણી હોય જેમાં તેમની બદલી જૂનાગઢ ખાતે કરવામાં આવી હતી. જયાં પણ તેમણે બહારના રાજયો કેરલ, બેંગલોર, મેંગ્લોર, કોલકતા, સહિતના રાજયોમાં અનેક મોટા બેંકના ખાતા ધારકોની મોટી રકમ ટ્રાન્જેકશન હોય તેમના ખાતા ફ્રીઝ કરી તેઓને રૂબરૂ બોલાવી મસમોટી લાખોની રોકડ રકમની માંગણી કરતા હોવાનું અને તોડ કરતા હોવાનું બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે.
જૂનાગઢ એસઓજી બ્રાંચથી થયેલા ફોનની ડીટેઈલ કઢાવવામાં આવી રહી છે. જેમાં અન્ય બેંકોના અધિકારીઓની સંડોવણી પણ હોવાની શકયતાઓ જોવાઈ રહી છે. આ અંગે એટીએસના અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
માણાવદર તરલ ભટ્ટ પીઆઈ જૂનાગઢ એસઓજીના પીઆઈ એ.એમ. ગોહીલ અને એસઓજીના એસઆઈ દીપક જાની જૂનાગઢની ત્રીપુટીએ આચરેલા તોડ કૌભાંડમાં તમામ પાસા એટીએસના ઉચ્ચ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. એસઓજીના પીઆઈ એ.એમ. ગોહિલ એસઓજીના એસઆઈ દીપક જાની ફરીયાદ બાદ ભેદી રીતે ગુમ થઈ જવા પામ્યા છે. જયારે માણાવદરના પીઆઈ તરલ ભટ્ટ દુબઈ તરફ નાસી છુટયાનું ચર્ચાઈ રહ્યું છે.
તરલ ભટ્ટની કાર્યશૈલી સાઈબરમાં ભારે નિષ્ણાંત માહીર હોય તેમની પાસે રહેલી બેંક એકાઉન્ટની વિગતોનો દુર ઉપયોગ કરી લાખો કરોડો બનાવવામાં તેનો ઉપયોગ કર્યો છે. તેમણે એસઓજી જૂનાગઢના અધિકારીઓને સાથે રાખી સુવ્યવસ્થિત નેટવર્ક સેટ કર્યાનું બહાર આવી રહ્યું છે. આ તોડ કૌભાંડમાં આવતી કુલ રકમના 50 ટકા પોતાની પાસે રાખવા ડીલ કર્યાનું બહાર આવી રહ્યું છે. અમદાવાદ સ્તિત તેના બાતમીદારોની મદદ લેવામાં આવી હતી.
આ કૌભાંડમાં પીઆઈ એ.એમ. ગોહિલ અને સટ્ટાબાજ દીપક જાની દ્વારા કરેલના વેપારીનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કયુર્ં હતું. જેમાં રૂા.25 લાખના તોડની વાત કરી જૂનાગઢ બોલાવેલ ભંડેરી પાસેથી નાણા પડાવવાના કારસામાં આ મસમોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે.
માસ્ટર માઈન્ડ તરલ ભટ્ટની પ્રાથમિક તપાસમાં 335 પૈકીના મોટાભાગના બેંક એકાઉન્ટ અગાઉ તરલ ભટ્ટે અમદાવાદના માધુપુરામાં કરેલી સટ્ટા કેસની કાર્યવાહીમાં મળેલા હોવાનું બહાર આવ્યું છે. તરલ ભટ્ટએ અનેક દસ્તાવેજો પણ જપ્ત કર્યા હતા જેમાં 560 બેંક એકાઉન્ટ પણ હતા. એક હજારથી વધારે બેંક એકાઉન્ટની માહિતી તરલ ભટ્ટ પાસે હોવાની શકયતાઓ જોવાઈ રહી છે.
તરલ ભટ્ટની કાર્યશૈલીથી તમામ ઉચ્ચ અધિકારીઓ સહિત હોય તેથી તે દિશામાં પણ તપાસનો દોર ચલાવી રહ્યાનું જાણવા મળેલ છે. જૂનાગઢ એસઓજી ઉપરાંત અન્ય શાખાના અધિકારીઓની સંડોવણી બહાર આવી તેવી શકયતા છે.