ઓડિશામાં પોલીસ ઓફિસરના ઘરે આયકર વિભાગના દરોડા
4 મકાન સહિત બ્રાન્ડેડ કાર અને બાઈક સહિત 11.2 કરોડની સંપત્તિ મળી આવી
ખાસ-ખબર સંવાદદાતા
આયકર વિભાગ દ્વારા અવાર નવાર ભ્રષ્ટ અધિકારીઓને ત્યાં દરોડા પાડવામાં આવે છે. ત્યારે વધુમાં ફરી ઓડિશામાં એક ભ્રષ્ટ ઓફિસરના ત્યા અધિકારીઓ દ્વારા રેડ કરવામાં આવી હતી. આયકર વિભાગ દ્વારા એડિશનલ એસપી ઓપ પોલીસ ત્રિનાથ મિશ્રાના 11 ઠેકામા પર રેડ કરવામાં આવી હતી.
- Advertisement -
આ રેડમાં તેમની પાસેથી કુલ 11.2 કરોડની સંપત્તિ મળી આવી છે. જેથી તેમની ધરપકડ કરવામાં આવી છે. આયકર વિભાગના કહેવા પ્રમાણે આરોપી પાસે 4 ફ્લેટ અને 7 મોંઘી ગાડીઓ મળી આવી છે. જેમાં કોઈ પણ વસ્તુનું તેમની પાસે કોઈ પાક્કુ બીલ નથી આરોપીને મોંઘી ગાડીઓનો શોખ છે. જેથી તેમની પાસેથી 1.11 કરોડ સુધીની મોંઘી ગાડી અને સ્પોર્ટ્સ બાઈક મળી આવ્યા છે. આયકર વિભાગે આ કાર્યવાહીને જરૂરી બતાવી છે. તેમના જણાવ્યા પ્રમાણે તેમની ટીમ 2 રીતે કામ કરી રહી છે.
જેમા જો તેમને કોઈ માહિચતી મળી હોય તો તેના આધાર પર કામ કરવામાં આવે છે. જો બાદમાં કોઈ માહિતી તેમને મળે છે તો અધિકારી સામે કડક એકશન લેવામાં આવે છે.