રથયાત્રાના રૂટ પર સંવેદનશીલ વિસ્તારમાં ઈઈઝટ અને ડ્રોન દ્વારા સર્વેલન્સ રખાશે
આગામી તા. 1 અષાઢી બીજના રોજ મોટામવા જગન્નાથ મંદિરથી નીકળનાર શોભાયાત્રાને લઈને ચાંપતો બંદોબસ્ત શહેરભરમાં ગોઠવવામાં આવી રહ્યો છે. ગઈકાલે સાંજે શહેરભરના વિવિધ વિસ્તારોમાં ડીસીપી ઝોન-1 પ્રવિણકુમાર મીણા, ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહીલ, પી.આઈ., એસીપી સહિતનો પોલીસ કાફલો ફૂટ પેટ્રોલીંગમાં નીકળ્યો હતો અને દરેક વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવવા સૂચનો આપ્યા હતા.
- Advertisement -
આ ઉપરાંત અમુક સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન મારફત પૂરતુ સર્વેલન્સ રાખવામાં આવ્યું છે.