પોલીસ કંટ્રોલરૂમને જાણ કરતા પાટડી પોલીસની મદદે પહોંચી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.19
સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા વચ્છરાજ દાદા મંદિરે પાટડીના 9 યુવાનો બાઈક મારફતે રણ માર્ગે દર્શન કરવા માટે નીકળ્યા હતા પરંતુ મુછળધાર વરસાદ વરસતા યુવાનો વચ્છરાજ મંદિર પહોંચે તે પહેલા દસ કિલોમીટરના અંતરેથી જ પાછા ફર્યા હતા ચાર બાઈક લઈને ગયેલ યુવાનો ઘર તરફ પાછા ફરી રહ્યા હતા તે દરમિયાન રણમાં વરસાદના કારણે બાઈક માટીમાં ફસાયા હતા આથી યુવાનો ગભરાઈને બાઈક મૂકીને રણ મારફતે પાટડી તરફ રવાના થયા હતા પરંતુ રણમાં ભૂલા પડતા મોડી રાત થઈ ગઈ હતી જેની જાણ પરિવારજનોને કરવામાં આવતા પરિવારજનો પણ યુવાનોને શોધવા માટે રવાના થયા હતા. આ દરમિયાન શોધખોળ કરવા નીકળેલા પરિજનો પણ રણમાં ભૂલા પડ્યા હતા સમગ્ર ઘટના બાબતે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા પોલીસ એક્શન મોડ પર મદદ શરૂ કરી હતી. પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ થતા જ સામેથી પોલીસ કર્મચારીનો ફોન આવ્યો હતો અને પરિવારને સત્વના પાઠવી હતી જે બાદ આ બાબતે પાટડી પોલીસને કંટ્રોલમાંથી માહિતી મળ્યા બાદ પોલીસ સરકારી વાહન અને ખાનગી થાર લઈ પાટડી પોલીસ મથકનો સ્ટાફ રણ તરફ રવાના થયા હતા કલાકોની મહેનત બાદ આ તમામ યુવાનો સલામત મળી આવ્યા હતા પરંતુ વરસાદમા રણની અંદર ચાલીને યુવાનો અસહ્ય થાકથી લોથપોથ થયા હતા અંતે પરિવારને યુવાનો મળી આવતા હર્ષની લાગણી પ્રસરી હતી અને ગુજરાત પોલીસ તથા પાટડી પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ તરફ બીજા દિવસે યુવાનોના બાઈક પણ ટ્રેક્ટર મારફતે લઈ આવી પોલીસ પ્રજાની મિત્ર હોવાનું સૂત્ર સાર્થક કર્યું હતું.
- Advertisement -
પાટડી પોલીસે યુવાનોનું જઠરાગ્નિ પણ ઠાર્યો
યુવાનો ફસાયો હોવાની માહિતી મળ્યા બાદ રણમાં જતા સમયે નાસ્તો લઈ ગયા હતા કલાકો સુધી રણમાં ફસાયા હોવાના કારણે આ યુવાનો અસહ્ય ભૂખ અને તરસથી દ્રવી ઉઠ્યા હતા તેવામાં પાટડી પોલીસ મથકના સ્ટાફ દ્વારા નાસ્તો લઈ જતા યુવાનોએ હાશકારો અનુભવ્યો હતો પાટડી પોલીસની માનવતાને બિરદાવી હતી.
ચોમાસાની સિઝન દરમિયાન રણમાં જવાની મનાઈ છતાં યુવાનો ગયા
- Advertisement -
ચોમાસા દરમિયાન આખુંય રણ દરિયામાં પરિવર્તિત થાય છે તેવામાં વચ્છરાજ દાદાના મંદિર તરફ જતો માર્ગ બંધ થઈ જતો હોવા ઉપરાંત હાલ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી છતાં યુવાનો ગંભીરતાને સમજી શક્યા નહીં અને રણમાં પહોંચી ગયા જેના કારણે પોલીસ અને પરિવારજનોને કલાકો સુધી પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.



