ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.2
જૂનાગઢ શહેર અને જિલ્લામાં નાતાલ અને નવા વર્ષને અનુલક્ષીને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા 7 દિવસ સુધી વાહન ચેકીંગ ડ્રાઇવરનું આયોજન કરાયું હતુ. જેમાં 7723 વાહન ચેક કરી કુલ 712 ઇસમો વિરૂદ્ધ કાર્યવાહી કરાઇ હતી. જિલ્લામાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની સુચનાથી, એસ.પી હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ડીવાયએસપી હિતેષ ધાંધલીયા, ડી.વી.કોડીયારત સહિતના અધિકારી પોલીસ કર્મચારી મળી કુલ 700ની ટીમ દ્વારા 16 ચેકપોસ્ટ બનાવી જિલ્લાભરમાં નાતાલ અને થર્ટી ફર્સ્ટને લઇ 7 દિવસ ચેકીંગ હાથ ધરાયુ હતુ. જેમાં 7723વાહન ચાલકોનેચેક કરતા નશો કરી વાહન ચલાવતા 42, ટ્રાફીકને અવરોધ કકરતા-27, પીધેલી હાલતમાં-234, પુરઝડપે વાહનચલાવતા-30 સહિત 20 કેસો મળી કુલ 712 ઇસમો સામે કાર્યવાહી કરાઇ હતી.
જૂનાગઢ જિલ્લામાં પોલીસની ડ્રાઈવ: સાત દિવસમાં 7723 વાહનો ચેકિંગ કરી 712 શખ્સો સામે કાર્યવાહી



