હારીજ પોલીસ સ્ટેશન પીઆઇ નીરવ શાહ અને પોલીસ સ્ટાફ દ્વારા હારીજ બજારમાં હાથલારીઓ આડેધડ ઉભી રાખતા તેમજ વાહન પાર્કિંગ મનફાવે તેમ ઉભા રાખતા વાહનચાલકો અને વેપારીઓ બજારમાં દુકાન આગળ માલસામાન મુકતા હોઈ વાહનોને તેમજ આમ જનતાને અડચણ રૂપ બની ટ્રાફિકની વિકટ સમસ્યાઓ સર્જાતી હોવાથી પોલીસે અડચણો દૂર કરવા ડ્રાઈવ યોજી 10 જેટલા વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા જેમાં અમુક વાહન ચાલકોએ જરૂરી દસ્તાવેજ રજૂ કરતા વાહનચાલકોને દંડ ફટકારી છોડી મુકવામાં આવ્યા હતા.
હારીજની બજારમાં ટ્રાફિકને અડચણરૂપ 10 વાહનને પોલીસે ડિટેઇન કર્યા
Follow US
Find US on Social Medias