2500 પોલીસ જવાનો, SRP કંપની, જSDRFની ટીમ ખડેપગે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન રેંજ આઇજીના માર્ગદર્શન હેઠળ એસપી હર્ષદ મહેતાની ઉપસ્થિતિમાં પોલીસ કર્મીના બંદોબસ્તની વેચણી કરાઇ હતી. જેમાં 8 ઝોનલમાં બંદોબસ્ત વેચાયો હતો. પરિક્રમા દરમિયાન ડીવાયએસપી-9, પીઆઇ-27, પીએસઆઇ-92, પોલીસકર્મીઓ 914, હોમગાર્ડ-500, જીઆરડી સભ્ય-885 સહિત કુલ 2500 કર્મચારીઓ તથા એસઆરપી-1 તથા એસડીઆરએફ-1 ખડેપગે રહેશે તેમજ 210 બોડીવોર્ન કેમેરા, 195 વોકીટોકી, મેગા ફોન-28 તેમજ જૂનાગઢ શહેર અને ભવનાથ તળેટી વિસ્તારમાં સીસીટીવી કેમેરાના આધારે વોચ રાખવામાં આવશે.
- Advertisement -
આજથી એક દિવસ વ્હેલી શરૂ થઇ ગયેલી ગિરનાર પરિક્રમામાં ભાવિકોનો ઘસારો વધતા ગત રાત્રીના 1ર વાગ્યાથી પોલીસ દ્વારા તમામ રાવટીઓ ઉપર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ શરૂ કરી દેવામાં આવ્યુ છે. તેમજ અન્ય જિલ્લામાંથી આવેલ પોલીસ દ્વારા પણ પરિક્રમાના રૂટ પર આવેલ પોલીસ રાવટીમાં રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે અને તા.15 સુધી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળશે અને પરિક્રમામાં આવતા ભાવિકો સુખરૂપ અને શાંતિપૂર્ણ માહોલમાં પરિક્રમાં કરે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
ગિરનાર લીલી પરિક્રમામાં આવતા યાત્રાળુઓ માટે પાર્કિંગ સ્થળો જાહેર કરાયા
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું
- Advertisement -
જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમામાં આવતા યાત્રાળુઓ માટે પાર્કિંગ સ્થળ જાહેર કરવામાં આવ્યા છે. પરિક્રમામાં આવતા યાત્રાળુઓ માટે જાહેર પાર્કિંગ સ્થળોમાં તમામ પ્રકારના વાહનો માટે નીચલા દાતાર પાસે ખુલ્લી જગ્યા અને ટુ-વ્હીલર પ્રકારના વાહનો માટે જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામે જાહેર પાર્કિંગનો સમાવેશ થાય છે.
તમામ પ્રકારના વાહન માટે પ્રાઇવેટ વાહન પાર્કિંગના સ્થળોમાં મજેવડી રોડ જુના દારૂખાનાની ખુલી જગ્યા, શશીકાંતભાઈ દવેની વાડી, (મજેવડી દરવાજાથી ભરડાવાવ રોડ, જિલ્લા જેલની વાડી પર) ભાગચંદભાઈ ઉર્ફે કાળુભાઈ મહાસાગરવાળાની વાડી તરીકે ઓળખાતી જમીન- મજેવડી દરવાજાથી ભવનાથ તરફ જતો રસ્તો અને પાંજરાપોળ ગૌશાળા ફાયર બ્રિગેડની દાતાર રોડ ખાતે વાહન પાર્ક કરી શકાશે.અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ જાહેરનામું પ્રસિદ્ધ કરીને જાહેરનામું પ્રસિદ્ધ કરીને આ પાર્કિંગ સ્થળો જાહેર કર્યા છે. આ જાહેરનામું તાત્કાલિક અસરથી તા.15-11-2024 સુધી અમલમાં રહેશે.