એસપી પ્રેમસુખ ડેલુની આગેવાનીમાં ઙૠટઈકની 43 ટીમો ત્રાટકી: 7 હોટલોની તપાસ અને 6 વાહનો ડિટેઈન કરી પોલીસે કાયદાનો સકંજો કસ્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.20
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વીજ ચોરી અને ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. નાની મોલડી, જાની વડલા, કાંધાસર અને ચોટીલા ટાઉનમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા શખ્સોના રહેણાંક મકાનો પર ઙૠટઈકની 43 ટીમો સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. આ સઘન ચેકિંગ દરમિયાન ગેરકાયદે વીજ જોડાણો ઝડપી પાડી કુલ રૂ. 1,30,90,000 નો તોતિંગ દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઓપરેશનમાં એલ.સી.બી. સહિત ચોટીલા અને
લીંબડી ડિવિઝનના પોલીસ અધિકારીઓની અલગ-અલગ ટીમો જોડાઈ હતી. વીજ ચેકિંગની સાથે પોલીસે નાની મોલડી અને જાની વડલામાં ફૂટ પેટ્રોલિંગ પણ કર્યું હતું. ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન નિયમ ભંગ બદલ 6 વાહનો ડિટેઈન કરાયા હતા અને રૂ. 9,300નો દંડ વસૂલવામાં આવ્યો હતો. ઉપરાંત, નેશનલ હાઈવે પરની 7 હોટલોમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે જે ઇસમોના ઘરે તપાસ કરી હતી તેમના ગુનાહિત ઇતિહાસની પણ ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો પર કડક અંકુશ લાવવાનો છે. પોલીસના આ આક્રમક મૂડને પગલે પંથકના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.



