ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.23
ટંકારા નજીક ખજૂરા હોટલ પાસે ગત સાંજે થયેલી રૂ.90 લાખની લૂંટના બનાવમાં ત્વરિત નાકાબંધી કારગત નીવડી હતી. જેના થકી જ બે આરોપીઓને ધ્રોલ તરફથી ટંકારા તરફ પાછું ફરવું પડયું હતું. બીજી તરફ પોલીસે હેવી વાહનો રોડ વચ્ચે ખડકી ટ્રાફિક જામ કરી દીધો હતો અને બે ખાનગી સ્કોર્પિયો લઈ આરોપીઓની કારને પકડવાની કોશિશ કરી હતી. સદનસીબે યુ ટર્ન લેવા જતા આરોપીની કાર બંધ પડી જતા આરોપીઓ દબોચાઈ ગયા હતા.
- Advertisement -
પ્રાપ્ત વિગતો અનુસાર, ગઈકાલે તા.21 ના રોજ નિલેષભાઈ મનસુખભાઈ ભાલોડી રહે. રાજકોટ તથા જયસુખભાઈ સુંદરજીભાઈ ફેફર 2હે, 2ાજકોટ બન્ને રાજકોટ 150 ફુટ રોડ પર આવેલ ટી. એન્ટરપ્રાઈઝ (ટીટેનીયમ) નામની આંગડીયા પેઢીના રોકડા શ. 10 લાખ કારમાં લઈને રાજકોટથી મોરબી આવતા હોય તે અરસામાં મિતાણા ગામ ચામુંડા હોટેલ નજીક પહોંચ્યા હતા ત્યારે રસ્તામાં પાછળથી સફેદ કલરની પોલો કારે ઠોકર મારતા કાર ઉભી રાખતા પાછળ બીજી બલેનો કાર આવી હતી જે બન્ને કારમાંથી પાંચથી સાત માણસો છરી, લાકડાના ધોકા, પાઇપ લઈ ઉતર્યા હતા.
તેઓ કાર ચલાવી ખજુરા હોટલ નજીક પહોંચતા ફરી કારને ઠોકર મારતા ખજુરા હોટલના ગ્રાઉન્ડમાં કારનું ટાયર ફાટી જતા કાર ઉભી રહી ગઈ હતી. બલેનો તથા પોલો કારમાંથી પાંચથી સાતેક માણસો મોઢે રૂમાલ બાંધી લાકડાના ધોકા, પાઇપ, છરી લઈ ઉતરી લુંટ કરી નાશી ગયા હતા.
બનાવની ગંભીરતા ધ્યાને લઈ મોરબી જિલ્લામાં તાત્કાલીક નાકાબંધી કરી અલગ અલગ પોલીસની ટીમો બનાવી તપાસ શરૂ કરાઇ હતી. સીસીટીવી ફુટેજ આધારે ગુનામાં વપરાયેલા કાર ધ્રોલ, જોડીયા તરફ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ વિસ્તારમાં લોકલ માણસોનો સંપર્ક કરતા કાર નાકાબંધીને કારણે ધ્રોલ, લતીપર થઇ ટંકારા તરફ પરત આવતી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ ટીમે લતીપર રોડ, આરાધના હોટલ સામે રોડ ઉપર વોચ ગોઠવી દીધી હતી. આ દરમિયાન મોટા વાહનોનો ટ્રાફીક જામ કરી દેવામાં આવ્યો હતો. આ વેળાએ સામેથી પોલો કાર પુર ઝડપે આવી રહી હતી. જેથી તમામ પોલીસ સ્ટાફે એલર્ટ થઈ બે ખાનગી વાહન સ્કોર્પીયો લઈ કારનો પીછો કરવાની તૈયારી કરી હતી. જો કે આરોપીઓએ કારનો યુટર્ન લેવા જતા કાર બંધ થઈ ગઈ હતી.
જેથી અભિભાઈ લાલાભાઈ અલગોતર (ઉ.વ.24) રહે.ભાવનગર અને અભીજીતભાઈ ભાવેશભાઇ ભાર્ગવ (ઉ.વ.25) રહે.ભાવનગર બન્ને રૂ.72.50 લાખની રોકડ, 5 મોબાઇલ, પોલો કાર ડોક્યુમેન્ટની બેગ તથા અન્ય મુદામાલ સાથે પકડાઈ ગયા હતા. બન્નેની પ્રાથમિક પૂછપરછમાં અન્ય આરોપી તરીકે હીતેષભાઈ પાંચાભાઈ ચાવડા રહે. સાજણાસર તા.પાલીતાણા જી.ભાવનગર, નિકુલભાઈ કાનાભાઇ અલગોતર, દર્શીલ ભરવાડ, કાનો આહીર રહે. બધા ભાવનગર અને એક અજાણ્યા માણસનું નામ ખુલ્યું છે. વધુમાં આરોપીની કારમાંથી લાકડાનો ધોકો, મરચાની ભુકી પણ મળી આવી હતી. આ કામગીરીમાં ડીવાયએસપી સમીર સારડા અને પી.એ.ઝાલા, એલસીબી પીઆઈ એમ.પી.પંડયા, ટંકારા પીઆઈ કે.એમ.છાસીયા સહિતનો સ્ટાફ રોકાયો હતો.