વિસાવદરમાં સસ્તા અનાજની દુકાનનો જથ્થો સગેવગે થયાનો ઇટાલીયાનો આક્ષેપ
અનાજ વેચનારને પકડીને તેમની સામે કડક કાર્યવાહી અને FIR કરવા માગ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.2
જૂનાગઢ, વિસાવદર તાલુકામાં પાંચ ગામડાઓમાં સરકારી સસ્તા અનાજની દુકાનમાંથી ગરીબો માટે ફાળવવામાં આવેલો અનાજનો જથ્થો ગરીબો સુધી પહોંચે તે પહેલાં જ સગેવગે થઈ ગયો હોવાની ફરિયાદ ઉઠી છે. આ મામલે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પાસે ફરિયાદો આવતા તેઓ પોતે વિસાવદર ઓફિસ પહોંચ્યા હતા અને પુરવઠા નાયબ મામલતદારની મુલાકાત લીધી હતી. તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે ગરીબ રેશનકાર્ડ ધારકોને મળતો અનાજનો જથ્થો વાસ્તવમાં તેમને મળ્યો જ નહોતો. આ ઘટનાના ગુનેગારોને તાત્કાલિક સજા મળે તે માટે ધારાસભ્યએ મામલતદારને રજૂઆત કરી હતી. આ પછી, ગોપાલ ઈટાલિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આ ગુનેગારો સામે FIR નોંધવાની માંગ કરી. જોકે, પોલીસે ફરિયાદ નોંધવાનો ઇનકાર કરતા ધારાસભ્ય ગ્રામજનો સાથે પોલીસ સ્ટેશનમાં ધરણાં પર બેઠા હતા. આ દરમિયાન, પોલીસ અને ધારાસભ્ય વચ્ચે ફરિયાદ લેવા-ન લેવા બાબતે ભારે ચર્ચા પણ થઈ હતી.
ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે “દારૂ વેચવાવાળાને કંઈ ન કહી શકતી પોલીસ, અનાજ વેચવાવાળાને છાવરી રહી છે.” આ મામલાનું સમાધાન કરવા માટે મામલતદાર પણ ત્યાં પહોંચ્યા હતા, પરંતુ ધારાસભ્યએ જણાવ્યુ કે અનાજ વેચનારને પકડીને તેમની સામે કડક કાર્યવાહી અને ઋઈંછ નોંધવામાં આવે તેવી અમારી સ્પષ્ટ માંગ છે.



