ત્રણ દિવસ પૂર્વે ‘શેડ અમારો છે’ કહી કારખાનેદાર પિતા-પુત્ર પર હુમલો કર્યો હતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજ્ય સરકાર દ્વારા ગુનાહિત ઈતિહાસ ધરાવતા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી તેમની ઉપર કડક કાર્યવાહી કરવા આપેલી સુચના અન્વયે શહેર પોલીસે તૈયાર કરેલ લીસ્ટ મુજબ આરોપીઓ સામે આકરા પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે આજીડેમ પોલીસે મારામારી અને ધમકીના ગુનામાં પકડાયેલા બે આરોપીના ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવી દઈ વિજ કનેકશન દૂર કરી સરકારી જમીન ખુલ્લી કરાવી હતી.
રાજકોટ પોલીસ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ આજીડેમ પોલીસ મથકના પીઆઈ એ.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.જી.રાણા અને ટીમે કોઠારીયા સોલવન્ટના નુરાનીપરાના હુસેની ચોકમાં ગેરકાયદે બાંધકામ કરી રહેતા ફિરોજ ઉર્ફે ભાયજાન સલીમભાઈ સોલંકી, નાસીર સાજીભાઈ ઠેબા જે અગાઉ શેડ બાબતે પિતા-પુત્ર પર હુમલો કરી ધમકી આપવાના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો હોય તેની સામે પોલીસે શિક્ષાત્મક કાર્યવાહી કરી ગેરકાયદે ખડકી દિધેલી ઓરડી પર પીજીવીએલની ટીમે વિજ કનેકશન દૂર કરી પોલીસે બુલડોઝર ફેરવી સરકારી જગ્યા ખુલી કરાવી કાર્યવાહી હાથ ધરી હતી.