CPR વીખુટા પડેલા, સામાન ગુમના બનાવોમાં પોલીસની સફળ કામગીરી
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
જૂનાગઢ મહાશિવરાત્રી મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા છે. ત્યારે પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા મહાશિવારત્રી મેળામાં માનવીય અભિગમ અપનાવવા માટે પોલીસને સુચના અપાઇ હતી. ત્યારે મહાશિવરાત્રી મેળામાં અનેક લોકો પરિવારથી વિખુટા પડવાના બનાવ સાથે યાત્રીકોની તબીયત લથડવાના તેમજ ભુલા પડેલા યાત્રીકોની વ્હારે પોલીસ આવી હતી. ભવનાથ તળેટી સહિત અનેક વિસ્તારોમાં હકડેઠાઠ જનમેદની જોવા મળી રહી છે. ત્યારે બાળકો ભીડમાં ગુમ થવાના બનાવો સામે આવતા પોલીસે બાળકોને શોધીને પરિવાર સાથે મિલન કરાવ્યુ હતુ. તેની સાથે કેટલાક ભાવિકોની તબીયત લથડતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા હતા.
તેમજ પોલીસને આપેલી સીપીઆર તાલીમ થકી એક ભાવિકને હૃદયમાં દુ:ખાવો ઉપડતા તેને સીપીઆર આપીને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. જયારે કેટલાક લોકોના મોબાઇલ તેમજ પર્સ ગુમ થયા હતા ત્યારે પોલીસે કિંમતી ચીજ વસ્તુઓ શોધીને મુળ માલીકને પરત આપ્યા હતા. આમ મેળામાં જૂનાગઢ પોલીસ પરિવાર ભાવિકોની વ્હારે આવતા લોકો પણ પોલીસના માનવીય અભિગમની સરાહના કરીને અભિનંદન આપતા હતા.