રોકડા 1.80 લાખ કબજે: નોટરી લખાણ, વજન ચિઠ્ઠી પણ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના દેવપરા મેઇન રોડ પર શ્રમશ્રધ્ધા ચોક પાસેથી કોર્પોરેશન દ્વારા નાખવામાં આવતી પાણીની લાઇનના પાંચ પાઇપની ચોરી થઈ જતાં આ અંગે ગુનો નોંધી ભક્તિનગર પોલીસ ચાર શખ્સોની ધરપકડ કરી 1.80 લાખ રોકડા, નોટરી લખાણ અને વજન ચિઠ્ઠી કબજે કર્યા છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખોખડદળથી દેવપરા મેઇન રોડ સુધી પાઇપલાઇન નાખવાનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હોય જેનું કામ ચાલુ હતું દરમિયાન શ્રમશ્રધ્ધા ચોક પાસેથી ડીઆઈ બિડના પાંચ પાઇપની ચોરી થઈ હતી જેની કિમત 2.80 લાખ રૂપિયા થતી હોય ચોરી અંગે ફરિયાદ નોંધાવતા ભક્તિનાગર પીઆઇ એમ એમ સરવૈયા, રાઇટર નિલેશભાઈ મકવાણા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી દરમિયાન આ ચોરીને અંજામ આપનાર ટોળકી પટેલનગરમાં બગીચા પાસે બેઠા હોવાની સચોટ બાતમી આધારે દરોડો પાડી મહમદી બાગના અમીન જૂસબભાઈ દોઢિયા, લોથડાના યુવરાજસિહ સહદેવસિહ ગોહિલ, જંગલેશ્વરના નવાજ યુસુફભાઈ સવાણ અને રાધાકૃષ્ણ સોસાયટીના અરબાજ અજીતભાઈ પતાણીની ધરપકડ કરી 1.80 લાખ રોકડા, વજન ચિઠ્ઠી અને નોટરી લખાણ કબજે કર્યા હતા અમીનની પૂછતાછમાં પંદર દિવસ પૂર્વે યુવરાજસિહ ચોરાઉ પાઇપ વેચવા આવ્યો હતો આ પાઇપના જેની પાસે ટુકડા કરાવ્યા હતા તેણે લખાણ કરવાનું કહેતા મારા નામનું નોટરી લખાણ કરાવ્યું હતું યુવરાજસિહની જડતી લેતા તેની પાસેથી 1.80 લાખ મળી આવ્યા હતા જે પૈસા ચોરાઉ પાઇપ વેચ્યા તેના હોવાનું જણાવ્યું હતું.



