ભીમજી નારણભાઈ ચાવડા બે વખત ગાંજાનું વેંચાણ કરવાનો તાલાલા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલ છે
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.2
તાલાલા તાલુકાનાં બોરવાવ ગીર ગામના ગાંજાના વેચાણ સબબ બે વખત પકડાયેલ ભીમજી નારણભાઈ ચાવડા ઉ.વ.38 ને પોલીસે એન.ડી.પી.એસ(નાર્કોટિક્સ)એક્ટ હેઠળ ધરપકડ કરી અમદાવાદ જેલમાં મોકલી આપ્યો છે.
ગીર સોમનાથ જિલ્લા એસ.ઓ.જી.બ્રાંચે આપેલ વિગત પ્રમાણે બોરવાવ ગીર ગામનો શખ્શ 2020 અને 2023 માં ગાંજાનું વેચાણ કરવા સબબ પોલીસે તાલાલા પોલીસ સ્ટેશનમાં બે વખત ગુનો દાખલ કરી આ શખ્શ ની ધરપકડ કરી હતી.આ શખ્શ જામીન ઉપર મુક્ત થયા બાદ ગેરકાયદેસર ગાંજો કે અન્ય નાર્કોટિક્સ પદાર્થનું વેચાણ કરે તેવી ભીતિ હોય જેથી જાહેર વ્યવસ્થા અને પ્રજાના જાહેર સ્વાસ્થ્યની જાળવણીમાં બાધકરૂપ પ્રવૃતિમાં સંડોવાયેલ હોય ગીર સોમનાથ જિલ્લા એસ.ઓ.જી.બ્રાંચે એન.ડી.પી.એસ(નાર્કોટિક્સ) ગુનાના આધારે યોગ્ય દસ્તાવેજી કાગળો તૈયાર કરી સાથે અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી,સી.આઈ.ડી.ક્રાઈમ અને રેલ્વેઝ-ગાંધીનગર સમક્ષ પી.આઇ.ટી એન.ડી.પી.એસ એક્ટ મુજબ દરખાસ્ત કરવામાં આવેલ જે મંજૂર કરવામાં આવતા જેના અંતર્ગત ભીમજી ચાવડા ની પોલીસે ધરપકડ કરી અમદાવાદ શહેર મધ્યસ્થ જેલ માં મોકલી આપેલ છે.નાર્કોટિક્સ ની બદી પ્રસરતી અટકાવવા એસ.ઓ.જી.બ્રાંચ ની કડક કાર્યવાહીથી અસામાજિક પ્રવૃત્તિમાં સંડોવાયેલ લુખ્ખાઓમાં ફફડાટફેલાયોછે.