આગામી વિધાનસભાની સામાન્ય ચુંટણી અનુસંધાને મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે મોરબી પોલીસ સક્રીય બની છે ત્યારે મોરબીના વધુ ત્રણ બુટલેગરોને પાસા હેઠળ અલગ અલગ જેલહવાલે કરી દેવામાં આવ્યા છે. વિધાનસભા સમાન્ય ચુંટણીની આદર્શ આચાર સંહિતાની અમલવારી થાય અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે રેન્જ આઈજીની સૂચના અન્વયે મોરબી એલસીબી અને એ ડિવિઝન પોલીસે પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરતા ઈસમો વિરુધ્ધ અલગ અલગ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીનાઓ તરફ મોકલતા તેઓએ યોગીરાજસિંહ ખોડુભા વાઘેલા ઉ.વ. 32, રહે. મોરબી નાનીબજાર વિશ્વકર્મા મંદિરની બાજુમાં, ધર્મેશ ઉર્ફે ધમો જગદીશભાઇ મેર ઉ.વ. 24, રહે. મોરબી પ્રજાપત કારખાના પાસે બીલાલી મસ્જીદની બાજુમાં, ધનરાજસિંહ શાંતુભા મકવાણા સીસોદીયા ઉ.વ. 23, રહે. મોરબી મહેન્દ્રપર શેરી નંબર-13 વાળા વિરુદ્ધ પાસા વોરંટ ઈશ્યુ કરતાં પોલીસે ત્રણેયને ઝડપી પાડીને અમદાવાદ તથા વડોદરા જેલમાં મોકલી દીધા હતા.
મોરબીના વધુ ત્રણ બુટલેગરોને પાસા હેઠળ જેલહવાલે કરતી પોલીસ

TAGGED:
bootleggers, morbi, police
Follow US
Find US on Social Medias