ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લામાં માદક પદાર્થોની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે મેટોડા જીઆઈડીસી પોલીસે પરપ્રાંતીય શખ્સને 17,220 કિંમતના 1.722 કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી લઈ પોલીસે મોબાઈલ સહિત 22,220ના મુદ્દામાલ સાથે કુંદનકુમાર શાહની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ડ્રગ્સના દૂષણને દૂર કરવા વધુમાં વધુ કેસો કરવા એસપી હિમકરસિંહની સૂચના અન્વયે નાર્કોટિક્સ પદાર્થનું વેચાણ અટકાવવા ’સે નો ટુ ડ્રગ્સ’ મિશન અંતર્ગત ડીવાયએસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.એચ.શર્માની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કોન્સ્ટેબલ રવુભાઈ ગીડાને ખાનગી રાહે બાતમી મળેલ કે, કુંદનકુમાર શાહ નામનો શખ્સ મેટોડા જવાના રસ્તે ઈંટોના ભઠ્ઠા પાસેથી ગેરકાયદે ગાંજો લઈ પસાર થનાર છે, જે બાતમી આધારે સ્ટાફે મૂળ બિહારના સારન ગામના હાલ લોધિકા તાલુકાના મેટોડા જીઆઇડીસી ગેટ નંબર-3, અંધેરી મચ્છોનગરમાં રહેતા કુંદનકુમાર પવન શાહ ઉ.25ને 17,220ની કિંમતના 1.722 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી લઇ 22,220નો મુદ્દામાલ કબજે કર્યો હતો આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો, કોને આપવાનો હતો તે સહીતના મુદ્દે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મેટોડામાંથી ગાંજાના જથ્થા સાથે પરપ્રાંતિય શખ્સને ઝડપી લેતી પોલીસ
