ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદરમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મના ગંભીર ગુનામાં વધુ એક આરોપી પોલીસના હાથે ઝડપાયો છે. અત્યાર સુધીમાં કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય ષડયંત્રકર્તા જયરાજ દિલીપસિંહ સુંડાવદરા હજુ ફરાર છે. પોલીસે આરોપી રાજુ લખમણ મૂડીયાસિયાની ધરપકડ કર્યા બાદ રવિવારે રિક્ધસ્ટ્રક્શન માટે તેને ત્રણ અલગ-અલગ સ્થળોએ લઈ જઇ પંચનામું કર્યું હતું. આ કેસમાં આરોપીઓએ અગાઉથી પૂરું યોજના બનાવી ગુનાઓ અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. 22 જુલાઈની મધરાત્રે પોરબંદરના જીઆઈડીસી વિસ્તારમાં રહેતી સગીરાને નાસ્તો કરવા બહાર લઈ જવાની લાલચ આપી કારમાં બેસાડવામાં આવી હતી. આરોપી જયરાજે સફેદ કલરની સફારી કાર ૠઉં-25-ઇઅ-8070માં સગીરાને બેસાડી પહેલા રસ્તામાં કેફી પીણું પીવડાવ્યું હતું અને ત્યારબાદ વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે લઈ ગયો હતો. આ જગ્યાએ જયરાજ સહિત મલ્હારસિંહ રઘુવીરસિંહ ચૌહાણ અને મેરુ ઉર્ફે મેરુ જેઠા સિંધલે વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું.
ગુનાની ઘિનૌનીતાનું પરમસીમા ત્યારે સામે આવી હતી જયારે સગીરાના શરીર પર સિગરેટના ડામ આપીને તેનું શારીરિક અને માનસિક શોષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આરોપી મલ્હારસિંહે સગીરાને ચોપાટી ખાતે લઈ જઈ આરોપી રાજુ લખમણ મૂડીયાસિયાની કાળી કારમાં બેસાડીને ગામડાની તરફ દોરી ગયાં હતાં. ત્યાં પણ સગીરાને દબાવમાં રાખી લીંબુ પાણી પીવડાવાયું હતું.
આખરે સવારે 4:30 વાગ્યે આરોપી મલ્હાર અને મેરુએ સગીરાને ઘેર મુકી હતી. સગીરાના પરિવારના સભ્યએ તાત્કાલિક ઉદ્યોગનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દોઢ દિવસમાં બે આરોપીની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે. હાલમાં મલ્હારસિંહ અને મેરુ જેલ હવાલે છે, જ્યારે ત્રીજા આરોપી રાજુની ધરપકડ બાદ પોલીસે ઘટનાના રિક્ધસ્ટ્રક્શન કરી પંચનામું કર્યું.
હાલમાં મુખ્ય આરોપી જયરાજ દિલીપસિંહ સુંડાવદરાની ધરપકડ હજુ બાકી છે. પોલીસે આરોપીને ઝડપી લેવા માટે ટેક્નિકલ તથા હ્યુમન સોર્સિસ મારફતે તીવ્ર તપાસ શરૂ કરી છે.
- Advertisement -
આગળની તપાસમાં જરૂરીયાત ન હોવાથી રિમાન્ડની માંગ કરવામાં આવી નથી: PI
સામૂહિક દુષ્કર્મની ઘટનામાં મેરુ જેઠા સિંધલ અને મલ્હારસિંહ રઘુવીરસિંહ ચૌહાણની અટકાયત કરી હતી જેમાં આરોપી મેરુ જેઠા સિંધલનો દુષ્કર્મમાં કોઈ રોલ ન હોવાથી માત્ર ઓળખ પરેડ કરેલ હતી.તેમજ મલ્હારસિંહ રઘુવીરસિંહ ચૌહાણ દુષ્કર્મમાં સાથે હતો જેથી મામલતદાર સામે પંચનામું કરી તમામ કાર્યવાહી પૂર્ણ કરી અને મલ્હારસિંહ રઘુવીરસિંહ ચૌહાણના બાયોલોજીકલ નમૂના લઈ કપડાં તેમજ મોબાઈલ કબ્જે લેવામાં આવ્યા છે. જોકે, આ તબક્કે બંને આરોપીની રિમાન્ડ લેવાની જરૂરિયાત નહોતી જણાતી હોવાથી રિમાન્ડની માંગણી કરવામાં આવી નથી.