જૂનાગઢની સમસ્યા દળી દળીને ઢાંકણીમાં
શહેરની અનેક બિલ્ડિંગોમાં પાર્કિંગની જગ્યામાં દુકાનો: અનેક સમસ્યાથી ઘેરાયેલો જૂનાગઢનો ગઢ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાં વર્ષોથી બાંધકામ ક્ષેત્રમાં મસમોટા ગોટાળા સામે આવ્યા છે ત્યારે શહેરની ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર જે રીતે બિલ્ડિંગોને મંજૂરી આપવામાં આવી છે તેમાં પોલંપોલ જોવા મળી રહી છે શહેરમાં અનેક એવા બિલ્ડિંગો છે જેમાં પાર્કિંગ વ્યવસ્થા નથી અને તેની જગ્યાએ દુકાનો બનાવેલ જોવા મળેછે આમ શહેરની સમસ્યા સુધરવાને બદલે દિવસે દિવસે બગડતી જોવા મળેછે આડેધડ મંજૂરી આપવાના કારણે શહેરમાં ભારે વરસાદથી તારાજીના દર્શ્યો સામે આવ્યા હતા. જૂનાગઢ શહેરમાં પડેલા ભારે વરસાદના લીધે શહેરની ખરેખર વાસ્તવિકતા સામે આવી હતી જેમાં વરસાદના લીધે નહિ પણ વોંકળા નાના થવાના કારણે શહેરની પરિસ્થિતિનો ખ્યાલ સામે આવ્યો અને શહેરીજનો અને પ્રબુદ્ધ નાગરિકો જાગૃતા દાખવી એક પછી એક ફરિયાદો શરુ થતા ચેક મુખ્યમંત્રી સુધી રજૂઆત કરતા અને મુખ્યમંત્રી દ્વારા તપાસના આદેશ થતા મહાનગર પાલિકા હરકતમાં આવ્યું અને શહેરના વોંકળા પર થયેલ દબાણોનો સર્વે શરુ કરવામાં આવ્યો અને રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
પણ હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવ્યા. જૂનાગઢ શહેરની ભૌગોલિક સ્થિતિ એવી છે કે સાંકડા રસ્તા અને નાની ગલીઓથી ભરેલું શહેર છે તેમાં પણ મસ મોટા બિલ્ડિંગો બની ગયા છે ત્યારે એ બિલ્ડિંગમાં માત્ર કાગળ ઉપર પાર્કિંગ હશે પણ વાસ્તવમાં પાર્કિંગ નથી અને તેની જગ્યાએ દુકાનો ખડકી દેવામાં આવી છે તેના લીધે શહેરમાં ટ્રાફિક સમસ્યા જોવા મળેછે લોકો જયારે ખરીદી કરવા આવે છે ત્યારે રોડ ઉપર પોતાના બાઈક કે કારનું પાર્કિંગ કરવાથી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે.
- Advertisement -
વોંકળાના દબાણો સાથે બિલ્ડિંગોના પાર્કિંગ તો ખુલ્લા કરાવો
જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા વર્ષોથી જેરીતે બાંધકામની મંજૂરી આપવામાં આવી છે તેમાં પાર્કિંગની જગ્યાજ નથી ત્યારે લોકોમાંથી એવા પ્રશ્ર્ન ઉભા થયા છે કે હાલતો વોંકળા પરના ગેરકાયદેસર બાંધકામ જયારે હટાવો ત્યારે પણ જે બિલ્ડિંગોમાં પાર્કિંગની જગ્યાએ દુકાનો બની છે તે જગ્યા ખુલ્લી તો કરાવો જેનાથી શહેરની ટ્રાફિક સમસ્યા હળવી થશે.