વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવકારતા સોરઠ પ્રદેશના મહાનુભાવો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં વડાપ્રધાનની ટુંકી મુલાકાત પણ ભાજપનાં કાર્યકરોમાં ઉર્જાનું કામ કરી ગઇ છે.જૂનાગઢમાં હેલીપેડ ઉપર વડાપ્રધાન સંગઠનનાં પદાધિકારીઓ,ધારાસભ્યો, પીઢ આગેવાનોને મળ્યાં હતાં.
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જૂનાગઢ ખાતે વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત પ્રસંગે આવ્યા હતા. જૂનાગઢમાં હેલીપેડ ખાતે વડાપ્રધાન સાંસદ રાજેશભાઈ ચુડાસમા, સંગઠન મહામંત્રી ધવલભાઈ દવે, પૂર્વ મંત્રી જવાહરભાઇ ચાવડા,જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, ડેપ્યુરી મેયર ગીરીશભાઇ કોટેચા,ડોલરભાઇ કોટેચા,નિલેશભાઇ ધુલેશિયા,સંજયભાઇ કોરડીયા, પૂર્વ ધારસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ, ડો.ડી.પી.ચીખલીયા,પ્રદિપભાઇ ખીમાણી, કલેક્ટર રચિત રાજ, રેન્જ આઈજી નિલેશ જાજડીયા,જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ, જિલ્લા પોલીસ વડારવિ તેજા વાસમસેટ્ટી, સંજયભાઈ મણવર, ભરતભાઈ શીંગાળા, વેલજીભાઈ મસાણી સહિતનાને મળ્યાં હતાં. તેમજ મહાનુભાવોએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું.