આરોગ્ય વિભાગ, સિનિયર સિટિઝન ટ્રસ્ટ, લોહાણા મહાજનનું સંયુક્ત આયોજન
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.25
વેરાવળની લોહાણા મહાજન વાડી ખાતે જિલ્લા આરોગ્ય વિભાગ,સિનિયર સિટીઝન ચેરીટેબલ ટ્રસ્ટ અને લોહાણા મહાજનના સંયુક્ત ઉપક્રમે ઙખઉંઅઢ વયવંદના આયુષ્યમાન કાર્ડ કેમ્પ યોજાયો હતો.જેમાં 70 વર્ષ કે તેથી વધુ વયના લોકોને માત્ર આધારકાર્ડ ને આધારે કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા.
- Advertisement -
ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અરુણ રોય, ડોક્ટર કણસાગરા ઉચખઘ, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર એન વી કતીરા, ના માર્ગદર્શન તળે લોહાણા મહાજન, સિનિયર સિટીઝન ચેરીટેબલ ટ્રસ્ટ તથા અનિષ રાચ્છ ના સહયોગથી ઙખઉંઅઢ યોજના હેઠળ 70 કે તેથી વધુ વર્ષના ભાઈઓ બહેનો માટે આજીવન રૂપિયા દસ લાખ સુધીના ઓપરેશન તેમજ સારવાર નિ સુવિધા માટે વયવંદના કાર્ડ નો કેમ્પ શ્રી લોહાણા મહાજન વાડી વેરાવળ ખાતે યોજાયો આ કેમ્પમા 500 થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો. આ કેમ્પ ડોક્ટર અરુણ રોયના અધ્યક્ષ સ્થાને દીપ પ્રાગટ્ય થી શરૂઆત કરવામાં આવેલ ત્યારે લોહાણા મહાજન ના આગેવાનો અને સિનિયર સિટીઝન ચેરીટેબલ ટ્રસ્ટના કર્મચારીઓ, વેરાવળના અગ્રણીઓ તેમજ ઙળષફુ કો-ઓર્ડીનેટર કલ્પેશ રૂપારેલીયાની સમગ્ર ઓપરેટિંગ ટીમ સહિતની ઉપસ્થિતિ માં આરોગ્ય સ્તુતિ બાદ દીપ પ્રાગટ્ય અને સૌવે સાથે રાષ્ટ્ર ગીત ગાઈ કેમ્પ ની શરૂઆત કરવામાં આવી હતી. વેરાવળ શહેર ઉપરાંત જિલ્લાના 70 વર્ષ કે તેથી વધુ ઉંમરવાળા ભાઈઓ બહેનો માટેના આ જાહેર પ્રથમ કેમ્પમાં ઉમળકાભેર ભાગ લઈ સરકારની આ યોજનાનો લાભ લીધો હતો.