વિન્ડ વર્લ્ડ કંપનીની બેદરકારીનો વધુ એક પુરાવો
ખાસ-ખબર ન્યૂઝ ચોટીલા
- Advertisement -
ચોટીલા તાલુકાના વડાલી વિસ્તારમાં એક મોરનો મૃતદેહના મળ્યા બાદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા તેણે પોસ્ટમોર્ટમ માટે ચોટીલા ખાતે વેટરિનરી ડિસ્પેન્સરી ખાતે મોકલવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રીપોર્ટના આધારે જાણવા મળ્યું છે કે મોરનું મૃત્યુ ઈલેક્ટ્રોક્યુશન એટલે કે ઇલેક્ટ્રિક કરંટ લાગવાથી થયું હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડાલી વિસ્તારમાં 15 જુલાઈ 2025ના રોજ સવારે લગભગ 11 વાગ્યાના આસપાસ મોરનું મોત થયું હતું. ત્યારબાદ સાંજે 5:30 વાગ્યે મોરના મૃતદેહનું પોસ્ટમોર્ટમ ચોટીલા રેસ્ટ હાઉસ ખાતે કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ દરમિયાન મેળવાયેલા અહેવાલ મુજબ મોરના પગ પર બળતરા જેવી નિશાની જોવા મળી હતી અને તેનું મોઢુ અડધુ ખૂલેલું હતુ તેમજ નાકમાંથી લોહી પણ નીકળ્યુ હતું.
આ ઉપરાંત ફેફસાંમાં આંતરિક હેમોરેજ, લિવર અને કિડનીમાં ગઠાણ તથા હ્રદય ફૂલેલુ તેમજ આંતરિક ઇજા પણ નોંધાઈ હતી. મોરના પેટમાં અધપચેલું આહાર મળ્યું હતું. વેટરિનરી ડોક્ટર એસ. ડી. પટેલ દ્વારા પોસ્ટમોર્ટમનો અહેવાલ આપતા જણાવ્યું કે, મોરનું મૃત્યુ ઇલેક્ટ્રિક શોકથી થયું હોવાનું જણાય છે. પીએમ રીપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ છે ત્યારે જોવાનું એ રહ્યુ કે તંત્ર કંપની વિરુધ્ધ પગલાં કયારે ભરશે.
- Advertisement -
પવનચક્કીની વીન્ડ વર્લ્ડ કંપની સામે ગુનો નોંધવા માટે વડાળી ગામના સરપંચ દ્વારા પ્રાંત અધિકારી, ચોટીલના મામલતદાર અને ફોરેસ્ટ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે. જેમાં નદીમાં વીજપોલ નાખવા પંચાયતની મંજૂરી લેવામાં આવી નથી તેમજ જે ખેતરમાં લાઇન નાખી છે તેમાં પણ કોઇ મંજૂરી લેવામાં આવી નથી. ત્યારે નિયમ વિરુધ્ધ ઉભા કરેલા વીજપોલ મામલે કંપની સામે ગુનો નોંધવામાં આવે તેવી માગ છે.
વિન્ડ વર્લ્ડ કંપની વિરુધ્ધ કાર્યવાહી કરવા ગ્રામજનોની માગ
ચોટીલાના વડાળી ગામે પવનચક્કીની વીજ લાઈનમાં કરંટ લાગતા રાષ્ટ્રીય પક્ષી મોરના મૃત્યુ થયા હતા. ત્યારબાદ ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને નાની મોલડી પોલીસ સ્ટેશન ખાતે જાગૃત નાગરિક મિતુલભાઈ વીરાભાઈ મેતા દ્વારા મોરના મૃત્યુ અંગે અને પવનચક્કીના વીજ પોલ ધરાશાયી થતા તે અંગે 30 જૂનના રોજ અરજી આપી હતી. તેમાં ચોટીલા મામલતદાર પી.બી. જોશી દ્વારા પવનચક્કીની વિન્ડ વર્લ્ડ ઇન્ડિયા લિમિટેડને નોટિસ આપવામાં આવી હતી. તેમાં ફરીથી વિન્ડ વર્લ્ડ ઇન્ડિયા લિમિટેડ કંપનીના પવનચક્કી પ્રોજેક્ટના 33સદ વીજ લાઈનમાં રાષ્ટ્રીય પક્ષી 3 મોરના મૃત્યુ થતાં વડાળી ગામના ગામ લોકોમાં અરેરાટી થઇ જવા પામી હતી. આ બનાવની મિતુલકુમાર વીરાભાઈ મેતા અને ગામ લોકો દ્વારા ચોટીલા નાયબ કલેક્ટર કચેરી, ચોટીલા મામલતદાર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને નાની મોલડી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.