વડાપ્રધાનના દક્ષિણ ગુજરાતમાં બે દિવસના ભરચક્ક કાર્યક્રમો
સેલ્વાસમાં નમો હોસ્પીટલનું લોકાર્પણ : દમણના એડવાન્સ નાઈટ માર્કેટ સહિતના પ્રોજેકટને પણ ખુલ્લા મુકશે : સાંજે સુરતમાં રોડ – શો સભા
કાલે નવસારીમાં ભવ્ય આયોજન: રાજયભરની 1.50 લાખ લખપતિ દીદીઓને સંબોધન: વડાપ્રધાનની સુરક્ષાથી કાર્યક્રમ: તમામમાં મહિલાઓને જ જવાબદારી
- Advertisement -
ગુજરાતમાં છેલ્લા ચાર દિવસમાં આજે બીજી વખત ગુજરાતની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ ગુજરાતમાં સુરત-નવસારી ઉપરાંત કેન્દ્ર શાસન પ્રદેશ સેલ્વાસમાં પણ અનેકવિધ આયોજનો-વિકાસકામોના પ્રારંભ તથા લોકાર્પણ ઉપરાંત આવતીકાલે મહિલા દિને નવસારીમાં વાસી બોરસીમાં યોજાનારા લખપતિ- દીદી કાર્યક્રમમાં 1.50 લાખ વધુ મહિલાઓને સંબોધન કરશે. આ કાર્યક્રમ માટે વડાપ્રધાનની સુરક્ષાથી લઈને કાર્યક્રમની તમામ જવાબદારી મહિલા અધિકારીઓ અને કર્મચારીઓને આપવામાં આવી છે અને આ કાર્યક્રમ માટે સૌરાષ્ટ્રથી છેક દક્ષિણ ગુજરાતની લખપતિ દીદીઓને લાવવા હજારો બસો દોડશે.
મોદી આજે બપોરે 1.30 કલાકે સુરત વિમાની મથકે આવી પહોંચ્યા બાદ સીધા સેલ્વાસ જશે. અહી તમો 450 બેડની નમો હોસ્પીટલનું લોકાર્પણ કરશે સાથે 650 બેડની ક્ષમતાના બીજા યુનિટનું ભૂમિપૂજન પણ કરશે. બાદમાં તમો દમણની એડવાન્સ નાઈટ માર્કેટ દેવકા કિનારે આપેલી ટોપ ટ્રેનને પંચાયત ઘર અને દિવસના અદ્યતન સર્કીટ હાઉસ ચાર પ્રોજેકટનું લોકાર્પણ કરશે. બાદમાં ફરી મોદી સુરત આવીને લીંબાયત નિલગીરી ગ્રાઉન્ડ ખાતે સભા સંબોધન કરશે જેમાં 1 લાખ લોકોને વડાપ્રધાન સંબોધીત કરશે. જેમાં સુરતમાં વસતા દરેક રાજયના લોકો ખુદની સંસ્કૃતિના કાર્યક્રમો મોદીના સ્વાગત માટે ઉભા કરાયેલા ખાસ મંચ પર રોડ-શો સમયે કરશે. લીંબાયત મીની ભારત તરીકે જ ઓળખાય છે અને બાદમાં મોદી સુરતમાં સર્કીટ હાઉસમાં રાત્રી રોકાણ કરશે જે દરમ્યાન તેઓ સુરતના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉદ્યોગપતિઓને પણ મળશે.
બાદમાં કાલે મહિલા દિને નવસારીમાં 1.50 લાખ લખપતિ દીદીઓના એક વિશાળ સમૂહને વડાપ્રધાન સંબોધશે જે માટે રાજયભરમાંથી લખપતિ દીદીઓને ખાસ બસ મારફત લઈ જવાશે. નવસારીમાં કલેકટર તથા ડીડીઓ બન્ને મહિલા અધિકારી છે. તેઓના શિરે જ સમગ્ર જવાબદારી છે અને અહી વિશાળ ડોમમાં તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
- Advertisement -
જે કાર્યક્રમ બાદ વડાપ્રધાન ફરી સુરત વિમાની મથકે પહોંચીને વિદાય લેશે. તેમના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ પણ સતત ઉપસ્થિત રહેશે.