ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કાશીમાં છે. અહીં PMએ જાપાન અને ભારતની દોસ્તીના પ્રતીક સમાન રૂદ્રાક્ષ ક્ધવેન્શન સેન્ટર સહિત કુલ 1475.20 કરોડની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો છે. તેમણે કાશીના લોકોને પણ સંબોધિત કર્યા. તેમણે કહ્યું કે કોરોનાની બીજી લહેરને ઞઙએ જે રીતે સંભાળી એ અભૂતપૂર્વ છે. મોદીએ ભારત માતની જય અને હરહર મહાદેવ બોલ્યા પછી પોતાની વાત શરૂ કરી. તેમણે કાશીના લોકો સાથે મૈથિલીમાં વાત કરતા કહ્યું કે લાંબા સમય પછી આપ બધાની સાથે સીધી મુલાકાતની તક મળી. કાશના તમામ લોકોને પ્રણામ. સમસ્ત લોકોના દુ:ખ હરનાર ભોલેનાથ, માતા અન્નપૂર્ણાને પ્રણામ. બનારસના વિકાસ માટે જે પણ કઈ થઈ રહ્યું છે તે મહાદેવના પ્રસાદ અને લોકોના સહયોગથી ચાલુ છે. મુશ્કેલ સમયમાં પણ કાશીએ બતાવ્યું છે કે તે અટકતી નથી અને થાકતી પણ નથી.



