-આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા અને નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટનું આયોજન
-દેશમાં વિવિધ સ્થળે ‘મન કી બાત’થીમ આધારિત લાઈટ શો અને ચિત્ર પ્રદર્શન યોજાશે: ગુજરાતીમાં મોઢેરા સુર્યમંદિર, દિલ્હીમાં લાલ કિલ્લામાં કાર્યક્રમો યોજાશે
- Advertisement -
રેડીયો પર પીએમ મોદીનાં દર મહિને થતા જન સંવાદ ‘મન કી બાત’ના 100 માં એપિસોડના પ્રસંગે સંસ્કૃતિ મંત્રાલય તેના પ્રભાવોને ત્રણ પહેલના માધ્યમથી દેશની સામે રાખવાની યોજના બનાવી છે. જે અંતર્ગત મંત્રાલયનાં બે મહત્વના વિભાગોને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા અને નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટએ ત્રણ કાર્યક્રમો તૈયાર કર્યા છે આ જાણકારી સંસ્કૃતિ મંત્રાલયનાં સચીવ ગોવિંદ મોહને આપી છે.
તેમણે જણાવ્યું હતું કે આ કાર્યક્રમો પાછળ એવો વિચાર છે કે પીએમ મોદી દ્વારા ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને કલાને પ્રોત્સાહન આપવાની કોશીશ થાય.પહેલા કાર્યક્રમ અંતર્ગત દેશના 13 પુરાતાત્વિક મહત્વ સાથે જોડાયેલા સ્થળો પર વિશેષ કાર્યક્રમો કરવામાં આવશે.જેમાં દિલ્હીના, લાલ કિલ્લો અને પીએમ મ્યુઝિયમ ગ્વાલીયરનો કિલ્લો, ઓરિસ્સામાં કોણાર્ક મંદિર, તેલંગાણાનો કોલકોંડા કિલ્લો, તમિલનાડુના વેલ્લોર કિલ્લો, મહારાષ્ટ્રમાં ગેટવે ઓફ ઈન્ડિયા, ગુજરાતનું મોઢેરાનું સુર્ય મંદિર વગેરે સામેલ છે.
આ કાર્યક્રમો 29 અને 30 એપ્રિલે યોજાશે.જેમાં ઉપરોકત દરેક જગ્યાએ ‘મન કી બાત’ આધારીત લાઈટ શો યોજાશે. તેનું સૌથી મોટુ આકર્ષણ પ્રોજેકશન મેપીંગ શો છે. જેમાં દર્શકોને સ્મારકોનાં ઐતિહાસીક અને સ્થાપત્ય મહત્વને ખૂબ જ નજીકથી જાણવાનો મોકો મળશે.અહી ‘મન કી બાત’ સાથે જોડાયેલી ફિલ્મો દર્શાવીને આ કાર્યક્રમ સાંજે 5 થી 7 વાગ્યા સુધી ચાલશે.જેમાં એન્ટ્રી વિનામુલ્યે છે. સ્મારક સ્થળે ઓડીયો બુથ પર ‘મન કી બાત’ની જુની કડીઓ પણ સાંભળવા મળશે.
- Advertisement -
સચીવે જણાવ્યું હતું કે બીજા કાર્યક્રમોમાં ‘મન કી બાત’ની મુખ્ય થીમો પર આધારીત ‘જન શકિત’ નામથી પેઈન્ટીંગ એકઝીબીશન આયોજીત કરવામાં આવશે. આ પેઈન્ટીંગ દેશના જાણીતા એક ડઝન જેટલા પેઈન્ટર્સ અને આર્ટીસ્ટોએ તૈયાર કરેલી હશે. જેમાં મનુ પરીખ, અતુલ ડોડીયા, વિભા મલ્હોત્રા વગેરેએ નારી શકિત, જલ સંરક્ષણ, સ્વચ્છ ભારત વગેરે વિષયો પર તૈયાર કરેલા પેઈન્ટીંગ હશે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે જાણીતી આર્ટીસ્ટ અંજોલી ઈલા મેનન પણ હાજર રહેશે.