બે દેશોનો પ્રવાસ પૂર્ણ કરીને કર્ણાટકના બેંગલુરુ પહોંચી ગયા પીએમ મોદી, થોડીવારમાં ચંદ્રયાન 3 મિશનમાં સામેલ વૈજ્ઞાનિકોની ટીમ સાથે કરશે મુલાકાત.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દેશોનો પ્રવાસ પૂર્ણ કરીને શનિવારે સ્વદેશ પરત ફર્યા છે. તેઓ ગ્રીસથી સીધા બેંગ્લોર પહોંચ્યા છે. 40 વર્ષમાં ભારતીય વડાપ્રધાનનો આ પહેલો ગ્રીસનો પ્રવાસ હતો. પીએમ મોદી પહેલા 1983માં ઈન્દિરા ગાંધી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે તેઓ ગ્રીસના પ્રવાસે ગયા હતા. પીએમ મોદી દક્ષિણ આફ્રિકામાં યોજાયેલ બ્રિક્સ સમિટમાં ભાગ લીધા બાદ ગ્રીસ પહોંચ્યા હતા. તેઓ ગ્રીસના વડાપ્રધાન કિરિયાકોસ મિત્સોટાકિસના આમંત્રણ પર ગ્રીસ ગયા હતા.
- Advertisement -
#WATCH | Karnataka | PM Narendra Modi greets people gathered outside HAL airport in Bengaluru.
PM Modi will meet scientists of the ISRO team involved in Chandrayaan-3 Mission at ISRO Telemetry Tracking & Command Network Mission Control Complex. pic.twitter.com/70owpeWwlF
— ANI (@ANI) August 26, 2023
- Advertisement -
વૈજ્ઞાનિકોની ટીમ સાથે કરી મુલાકાત
હવે પીએમ મોદી કર્ણાટકના બેંગલુરુ પહોંચી ગયા છે. તેમનું પ્લેન સવારે 6 વાગ્યે HAL એરપોર્ટ પર લેન્ડ થયું હતું. અહીંથી પીએમ મોદી ઇસરો હેડક્વાર્ટર પહોંચશે અને સવારે લગભગ 7.30 વાગ્યે ચંદ્રયાન-3ને ચંદ્ર પર મોકલનાર વૈજ્ઞાનિકોની ટીમ સાથે મુલાકાત કરશે. એરપોર્ટથી રવાના થતા પહેલા પીએમ મોદીએ સ્વાગતમાં ઉભેલા લોકોને સંબોધિત પણ કર્યા હતા. અહીં પીએમએ જય જવાન, જય કિસાન, જય અનુસંધાનનો નારો આપ્યો. જે બાદ પીએમ મોદી ઇસરો હેડક્વાર્ટર જવા માટે એરપોર્ટથી રવાના થયા હતા.
#WATCH | Karnataka | Prime Minister Narendra Modi greets people on his way to ISRO Telemetry Tracking & Command Network Mission Control Complex in Bengaluru where he will meet scientists of the ISRO team involved in the #Chandrayaan3 Mission. pic.twitter.com/JUust0rtry
— ANI (@ANI) August 26, 2023
બેંગલુરુમાં કર્યો રોડ શૉ
જે બાદ પીએમ મોદીએ બેંગલુરુમાં રોડ શૉ કર્યો. તેમને જોવા માટે રસ્તાઓ પર મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. લોકોના હાથમાં તિરંગા અને પીએમ મોદીની તસવીરોવાળા પોસ્ટરો હતા. આ દરમિયાન રસ્તાઓ મોદી-મોદીના નારાથી ગુંજી ઊઠ્યા હતા.
પીએમ મોદીએ કર્યું હતું ટ્વિટ
આપને જણાવી દઈએ કે, પીએમ મોદીએ એક કલાક પહેલા જ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બેંગલુરુ જવાની જાણકારી શેર કરી હતી. તેમણે આ અંગે એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેઓએ ચંદ્રયાન 3 મિશનમાં સામેલ વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરવા અંગે ટ્વિટ કર્યું હતું.