સંસદના ઇતિહાસનો સૌથી મોટો ફેરફાર
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
પીએમ મોદીએ આસામના બરપેટામાં આયોજિત એક વિશાળ ચૂંટણી રેલીમાં દેશની મહિલાઓ માટે એક અત્યંત મહત્ત્વની જાહેરાત કરી છે. પીએમ મોદીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર આગામી 16 એપ્રિલથી સંસદનું એક વિશેષ સત્ર બોલાવવા જઈ રહી છે. આ સત્રમાં ’મહિલા અનામત વિધેયક (ઠજ્ઞળયક્ષ’ત છયતયદિફશિંજ્ઞક્ષ ઇશહહ)ને લઈને મોટા ફેરફારો કરવામાં આવશે. તેમણે તમામ રાજકીય પક્ષોને અપીલ કરી હતી કે દેશની નારીશક્તિના અધિકારો સાથે જોડાયેલા આ ઐતિહાસિક કાયદાને કોઈ પણ વિરોધ વગર સર્વસંમતિથી પસાર કરવામાં આવે. પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે આ બિલથી પૂર્વોત્તર કે દક્ષિણ ભારતના રાજ્યોમાં બેઠકો ઘટશે નહીં, કારણ કે સરકાર મહિલાઓ માટે વધારાની બેઠકો અને કુલ બેઠકોની સંખ્યા વધારવા પર કામ કરી રહી છે.
પીએમ મોદીએ જણાવ્યું કે, દેશની દીકરીઓ અને બહેનોના અધિકારો માટે સરકાર આગામી 16 એપ્રિલથી સંસદનું વિશેષ સત્ર બોલાવી રહી છે. વડાપ્રધાને સ્પષ્ટતા કરી હતી કે આ બિલથી કોઈ પણ રાજ્યને નુકસાન થશે નહીં. ખાસ કરીને દક્ષિણ ભારત અને પૂર્વોત્તરના રાજ્યો, જ્યાં વસ્તી નિયંત્રણ સફળ રહ્યું છે, ત્યાં પ્રતિનિધિત્વ ઘટશે એવી અફવાઓ પર પૂર્ણવિરામ મૂકતા તેમણે કહ્યું કે, અમે મહિલાઓ માટે વધારાની બેઠકોની વ્યવસ્થા કરી રહ્યા છીએ. હાલની બેઠકોની સંખ્યામાં વધારો કરવામાં આવશે જેથી કોઈના હક છીનવાશે નહીં. પીએમ મોદીએ તમામ રાજકીય પક્ષોને આ કાર્યમાં સહકાર આપવા વિનંતી કરી છે. તેમણે અસમના બહેનોને ખાસ અપીલ કરી કે તેઓ તમામ પક્ષોના નેતાઓ પર દબાણ લાવે જેથી આ કાયદો સર્વસંમતિથી પસાર થઈ શકે. તેમણે આરોપ લગાવ્યો કે કેટલાક લોકો આ ઉમદા કાર્ય વિશે ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આ બિલ સમગ્ર દેશના હિતમાં છે.
ભારતીય સંસદના ઇતિહાસમાં આ સૌથી મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. વર્ષ 2029ની લોકસભા ચૂંટણી પહેલા જ બેઠકો વધારવા અને 33% બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાનો પ્રસ્તાવ રજૂ કરવાની તૈયારી છે. રિપોર્ટ મુજબ, હાલ લોકસભાની બેઠકો 543 છે જે વધારીને 816 કરવામાં આવી શકે છે, જેમાંથી 273 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. સરકાર ‘નારી શક્તિ વંદના અધિનિયમ’ અને ‘સીમાંકન’ કાયદામાં ફેરફાર કરવા માટે સંસદમાં બે અલગ-અલગ બિલ લાવવાની યોજના બનાવી રહી છે. આ માટે ભાજપ અને શિવસેના (ઞઇઝ) વચ્ચે ચર્ચા થઈ ચૂકી છે, જ્યારે અન્ય પ્રાદેશિક પક્ષો સાથે પણ વાતચીત ચાલી રહી છે. નોંધનીય છે કે, આ જ મોડેલ રાજ્યોની વિધાનસભાઓમાં પણ લાગુ કરવાની સરકારની યોજના છે.



