વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ગુજરાતના મોરબી શહેરમાં કેશવાનંદ આશ્રમ ખાતે ભગવાન હનુમાનની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું ઉદ્ઘઘાટન કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી હાજરી આપી. તેમજ કથામાં હાજર શ્રોતાઓને સંબોધન પણ કર્યું. આ ઉપરાંત મંદિરનાં કાર્યક્રમની વાત કરીએ તો, અહીં સંતવાણીમાં કિર્તીદાન ગઢવી ભજનોની રમઝટ બોલાવશે. PM મોદી શનિવારે (16 એપ્રિલ 2022) ગુજરાતમાં વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભગવાન હનુમાનની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું. સમાચાર એજન્સી PTIના અહેવાલ મુજબ, આજે અનાવરણ થનાર પ્રતિમાનું નિર્માણ 2018માં શરૂ થયું હતું. અને તે 10 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું હતું.
- Advertisement -
મોરબી ખાતે આવેલાં ભરતનગર બેલા ગામને જોડતા માર્ગ પર ખોખરા હનુમાનજી ધામ ખાતે નિર્માણ પામેલી 108 ફુટ ઉંચી હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ કર્યું. જેમાં મોટી મોટી હસ્તીઓ ભાગ લેશે. ખાસ વાત એ છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી હાજરી આપી. આજે સવારે 11 કલાકે હનુમાન જયંતિ નિમિત્તે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા અનાવરણ થયું. શ્રી હરીશ ચંદર નંદા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ બીજી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી રહી છે. #Hanumanji4Dham પ્રોજેક્ટ હેઠળ, ટ્રસ્ટ દેશભરમાં ચારેય દિશામાં આવી ચાર મૂર્તિઓ બનાવી રહ્યું છે.
તે પશ્ચિમમાં મોરબી ખાતે પરમ પૂજ્ય બાપુ કેશવાનંદજીના આશ્રમમાં સ્થાપિત કરવામાં આવી છે, PMO દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે. પીએમઓ અનુસાર, આ પ્રકારની પ્રથમ પ્રતિમાનું ઉદ્ઘાટન 2010માં શિમલામાં કરવામાં આવ્યું હતું. આ બીજું છે અને રામેશ્વરમમાં ત્રીજા માટે કામ શરૂ થઈ ગયું છે.
મોરબીના ભરતનગર નજીક ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે ગુજરાતના ગૌરવ સમી સૌથી ઊંચી 108 ફૂટની હનુમાનજી મહારાજની પ્રતિમા સતત ત્રણ વર્ષની અથાગ મહેનત બાદ તૈયાર કરવામાં આવી છે. આ પ્રતિમાની વિશેષતા એ છે કે પ્રતિમામાં સાત લાખ રામનામ લખેલી ચિઠ્ઠીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખોખરાધામમાં કનકેશ્વરી દેવીના વ્યાસાસને ચાલતી રામકથા દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત રાજયના મંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ સહિત અનેક ધારાસભ્યો, દેશભરમાંથી સંતો મહંતો, ગૌશાળા સંચાલકો, કથાકારો સહિત વિશાળ સંખ્યામાં અગ્રણીઓએ ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ લીધો છે. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, આવતીકાલે અનાવરણ થનાર પ્રતિમાનું નિર્માણ 2018માં શરૂ થયું હતું અને તે 10 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું હતું. પીટીઆઈના અહેવાલ મુજબ, જ્યાં પીએમ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે હાજરી આપી. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને અન્ય નેતાઓ હાજર રહ્યા.
- Advertisement -
આ અવસરે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાસ વિજયવર્ગીય, ગુજરાત સરકારના મંત્રી પ્રદીપભાઈ પરમાર, કચ્છ-મોરબી લોકસભા વિસ્તારના સંસદ તેમજ ગુજરાત પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા ઉપરાંત અનેક રાજકીય મહાનુભાવો સમાપન અવસરે હાજરી આપવાના છે. PM મોદીએ શુક્રવારે ગુજરાતના ભુજમાં KK પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ વર્ચ્યુઅલ ઉદ્ઘાટન વડા પ્રધાનની ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાત પહેલાં આવે છે, જે સોમવાર, 18 એપ્રિલથી શરૂ થાય છે. ચાર રાજ્યોની વિધાનસભામાં ભાજપની જીત બાદ પીએમ મોદીની આ બીજી ગુજરાત મુલાકાત છે. ગુજરાતમાં આગામી થોડા મહિનામાં ચૂંટણી થવાની છે. ત્યારે આજે 16 એપ્રિલનાં રોજ કથાના નવમાં અને અંતિમ દિવસે શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સવારે 11 વાગ્યાથી સતત 45 મિનીટ સુધી વર્ચ્યુઅલી જોડાયા.