અંદાજિત રૂ. 393.67 કરોડના ખર્ચે સૌરાષ્ટ્રના 52300 એકરથી વધુ વિસ્તારને મળશે સિંચાઈ માટે પાણી
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્રની સૂકી ધરાને સૌની યોજના થકી મા નર્મદાના આશીર્વાદ મળ્યા છે. વર્ષો અગાઉ દુકાળનો માર સહન કરનારું સૌરાષ્ટ્ર ક્યારેય સિંચાઈ તથા પીવાના પાણી માટે વલખા મારે નહીં તેવું દૂરંદેશીપૂર્ણ અને નક્કર આયોજન તત્કાલીન મુખ્યમંત્રી તથા વર્તમાન વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવ્યું હતું અને સૌની યોજના શરૂ કરવામાં આવી હતી.
- Advertisement -
વર્ષ 2016માં સૌરાષ્ટ્રમાં આજી-3 ડેમમાં નર્મદાના નીરના અવતરણ વખતે રાજકોટના અનેક ગામોમાં લાપસીના આંધણ લેવાયા હતા. ફરીવાર આવો જ માહોલ સર્જાવા જઈ રહ્યો છે. તા. 27 જુલાઈના રોજ સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન સૌની યોજનાના લીંક 3ના પેકેજ-8 અને પેકેજ9નું લોકાર્પણ વડાપ્રધાન મોદી કરશે.
- Advertisement -
આ બંને પેકેજની કામગીરી અંદાજિત રૂ. 393.67 કરોડના ખર્ચે થઈ છે. સૌની યોજના લીંક-3ના પેકેજ 8 અંતર્ગત રૂ.ર64.96 કરોડના ખર્ચે લીંક-3ના પેકેજ-5 ની મુખ્ય પાઇપ લાઇન ગુંદાસરા ગામ નજીકના એન્ડ પોઇંટ થી ભાદર-1 ડેમ સુધી જોડવામાં આવી છે. જેમાં પેકેજ-8ના 32.561 કિ.મી. માટેના પાઇપલાઇન તથા વેરી તળાવને આશરે 1.8 કીમી પાઇપ લાઇન નાખી જોડવામાં આવી છે.